Atmadharma magazine - Ank 329
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 57

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૩૩ :
(પ) આપણે એક કેવળજ્ઞાની ભગવાનને શોધવા છે, –જે નથી સ્વર્ગમાં, નથી
નરકમાં, નથી મનુષ્યલોકમાં, તો તે ક્્યાં હશે?
ઉત્તર:– સિદ્ધાલયમાં બિરાજમાન સિદ્ધભગવાન; (આ પ્રશ્નના જવાબમાં કેટલાકે
‘વિદેહક્ષેત્ર’ લખ્યું છે, –પણ તે બરાબર નથી. જો કે વિદેહક્ષેત્રમાં કેવળીભગવાન છે
એ ખરું, પણ તે વિદેહક્ષેત્ર તો મનુષ્યલોકમાં આવી જાય છે, –જ્યારે આપણે તો
મનુષ્યલોકની બહારના કેવળીભગવાનને શોધવાના હતા; તે તો સિદ્ધલોકમાં જ છે.
(૬) પાંચ જ્ઞાનનાં નામ તો તમને આવડતા હશે! હવે તે પાંચ જ્ઞાનમાંથી એક જીવ
પાસે એક જ જ્ઞાન છે, ને બીજા જીવ પાસે ચાર જ્ઞાન છે, તો તેમાં મોટું કોણ?
ઉત્તર:– મતિ–શ્રુત–અવધિ–મનઃપર્યય એ ચાર જ્ઞાન, અને પાંચમું કેવળજ્ઞાન; તેમાંથી
જેમની પાસે એક જ જ્ઞાન છે તે તો કેવળીભગવાન છે, કેમકે કેવળજ્ઞાન સદા
એકલું હોય છે, બીજા અધૂરા જ્ઞાન તેની સાથે રહેતા નથી; જ્યારે ચાર
જ્ઞાનવાળા જીવ તે છદ્મસ્થ–મુનિ હોય છે, તેમને ઊંચામાં ઊંચું ૧૨મું ગુણસ્થાન
હોય છે, તેમનું જ્ઞાન કેવળજ્ઞાન કરતાં અનંતમા ભાગનું છે. માટે જે જીવ પાસે
એક જ જ્ઞાન છે તે શ્રેષ્ઠ છે.
(૭) ૧૪ પગથિયાની એક સીડી. તેના ચોથા પગથિયા ઉપર ચડતાં જ ભગવાન
દેખાય; અને તેરમે પગથિયે પહોંચતાં તો આપણે જ ભગવાન બની
જઈએ.....એ સીડી કઈ?
ઉત્તર:– ૧૪ ગુણસ્થાનરૂપ સીડી, તેનાં નામ આ પ્રમાણે:–
૧. મિથ્યાત્વ ૨. સાસાદન ૩. મિશ્ર ૪. અવિરત સમ્યકત્વ પ. દેશવિરત ૬.
પ્રમતસંયત ૭. અપ્રમત્તસંયત ૮. અપૂર્વકરણ ૯. અનિવૃત્તિકરણ અથવા
બાદરસાંપરાય ૧૦. સૂક્ષ્મસાંપરાય ૧૧. ઉપશાંતમોહ ૧૨. ક્ષીણમોહ ૧૩.
સયોગકેવળી ૧૪. અયોગકેવળી.
ચોથા ગુણસ્થાને સમ્યગ્દર્શન થતાં જ સિદ્ધભગવાન જેવા પોતાના શુદ્ધઆત્માનું
દર્શન થાય છે; ભગવાનની સાચી ઓળખાણ ત્યારે થાય છે. અને પછી તેરમું
ગુણસ્થાન થતાં આત્મા પોતે અરિહંત ભગવાન થઈ જાય છે.
પ્રશ્નોનાં જવાબ મોકલનાર બાળકોનાં નામ;–
પ્રદીપકુમાર જૈન રાજકોટ; પુષ્પેન્દ્ર જૈન; મીના જૈન સોનગઢ; ફાલ્ગુનીબેન જૈન
અમદાવાદ;