: ૪૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
૧. નિઃશંકિત–અંગમાં પ્રસિદ્ધ
અંજન ચોરની કથા
અંજનચોર! તે કાંઈ મૂળથી ચોર ન હતો; તે તો તે જ ભવે મોક્ષ પામનાર એક
રાજકુમાર હતો. એનું નામ લલિતકુમાર. અત્યારે તો તે નિરંજન–ભગવાન છે, પણ
લોકો એને અંજનચોર તરીકે ઓળખે છે.
તે રાજકુમાર લલિતને દૂરાચારી જાણીને રાજ્યમાંથી કાઢી મૂક્્યો હતો. તેણે એક
એવું અંજન સિદ્ધ કર્યું કે જે આંજવાથી પોતે અદ્રશ્ય થઈ જાય; તે અંજનને લીધે તેને
ચોરી કરવાનું સહેલું થઈ ગયું. અને તે અંજનચોર તરીકે પ્રસિદ્ધ થયો. ચોરી ઉપરાંત
જુગાર અને વેશ્યાસેવન જેવા મહાન પાપ પણ તે કરતો હતો.
એકવાર તેની પ્રેમિકા સ્ત્રીએ રાણીનો સુંદર રત્નહાર દેખ્યો અને તેને એ હાર
પહેરવાનું મન થયું. જ્યારે અંજનચોર તેની પાસે આવ્યો ત્યારે તેને કહ્યું કે જો તમને
મારા ઉપર સાચો પ્રેમ હોય તો તે રત્નહાર મને આવી આપો.
અંજન કહે–દેવી! મારે માટે તો તે રમત વાત છે. –એમ કહીને તે તો ચૌદસની
અંધારી રાતે રાજમહેલમાં ઘૂસ્યો ને રાણીના ગળામાંથી હાર ઝૂંટવીને ભાગ્યો.
રાણીનો અમૂલ્ય રત્નહાર ચોરાઈ જવાથી ચારેકોર હાહાકાર થઈ ગયો.
સિપાઈઓ દોડયા; તેમને ચોર તો દેખાતો ન હતો પણ તેના હાથમાં રહેલો હાર
અંધારામાં ઝગમગતો હતો; તે દેખીને સીપાઈઓએ તેનો પીછો પકડ્યો. પકડાઈ
જવાની બીકે હાથમાંનો હાર દૂર ફેંકીને અંજનચોર ભાગ્યો....ને સ્મશાનમાં જઈ
પહોંચ્યો. એક ઝાડ નીચે થાક ખાવા ઊભો, ત્યાં તો તેણે આશ્ચર્યકારી ઘટના દેખી.
ઝાડ ઉપર સીકું ટાંગીને એક માણસ તેમાં ચડ–ઊતર કરતો હતો ને કંઈક
બોલતો હતો. કોણ છે એ માણસ? ને આવી અંધારી રાતે અહીં શું કરે છે?
(વાંચક! ચાલો, આપણે અંજનચોરને થોડીવાર ઊભો રાખીને તે અજાણ્યા
માણસને ઓળખી લઈએ.)
અમિતપ્રભ અને વિદ્યુત્પ્રભ નામના બે દેવો પૂર્વભવના મિત્રો હતા. અમિતપ્રભ
તો જૈનધર્મનો ભક્ત હતો, ને વિદ્યુત્પ્રભ હજી કુધર્મમાં માનતો હતો. એક વખત તેઓ
ધર્મની પરીક્ષા માટે નીકળ્યા. એક અજ્ઞાની તાપસને તપ કરતો