Atmadharma magazine - Ank 329
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 44 of 57

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૪૧ :
દેખીને તેની પરીક્ષા કરવા કહ્યું; અરે બાવાજી! પુત્ર વિના સદ્ગતિ થાય નહીં –એમ
શાસ્ત્રમાં કહ્યું છે. –એટલે તે તાપસ તો તે ખોટાધર્મની શ્રદ્ધાથી વૈરાગ્ય છોડીને સંસાર
ભોગવવા લાગ્યો; આ દેખીને વિદ્યુત્પ્રભને તે કુગુરુની શ્રદ્ધા છૂટી કરી.
પછી તેણે કહ્યું કે હવે જૈનગુરુની પરીક્ષા કરીએ! ત્યારે અમિતપ્રભે તેને કહ્યું–
મિત્ર! જૈનસાધુઓ પરમ વીતરાગ હોય છે; એની તો શી વાત!! એની પરીક્ષા તો દૂર
રહો–પરંતુ આ જિનદત્ત નામના એક શ્રાવક સામાયિકની પ્રતિજ્ઞા કરીને અંધારી રાતે
આ સ્મશાનમાં એકલા ધ્યાન કરી રહ્યા છે, તેની તમે પરીક્ષા કરો.
તે દેવે અનેકપ્રકારે ભયાનક ઉપદ્રવ કર્યો, પણ જિનદત્તશેઠ તો પોતાની
સામાયિકમાં પર્વતની જેમ અડગ જ રહ્યા; પોતાના આત્માની શાંતિમાંથી તેઓ જરાપણ
ન ડગ્યા. અનેકપ્રકારના ભોગવિલાસ બતાવ્યા, તેમાં પણ તેઓ ન લલચાયા. એક
જૈનશ્રાવકમાં પણ આવી અદ્ભુત દ્રઢતા દેખીને તે દેવ ઘણો પ્રસન્ન થયો; પછી શેઠે તેને
જૈનધર્મનો મહિમા સમજાવ્યો કે દેહથી ભિન્ન આત્મા છે, તેના અવલંબને જીવ અપૂર્વ
શાંતિ અનુભવે છે ને તેના જ અવલંબને તે મુક્તિ પામે છે. આથી તે દેવને પણ
જૈનધર્મની શ્રદ્ધા થઈ. અને શેઠનો ઉપકાર માનીને, તેને આકાશગામિની વિદ્યા આપી.
તે આકાશગામિની વિદ્યાવડે જિનદત્તશેઠ દરરોજ મેરુતીર્થ પર જતા, અને ત્યાં
અદ્ભુત રત્નમય જિનબિંબના, તથા ચારણઋદ્ધિધારી મુનિવરોનાં દર્શન કરતા; આથી
તેમને ઘણો જ આનંદ થતો. એકવાર સોમદત્ત નામના માળીએ પૂછવાથી શેઠે તેને
આકાશગામિની વિદ્યાની બધી વાત કરી, અને રત્નમય જિનબિંબનાં ઘણાં વખાણ કર્યાં.
તે સાંભળીને માળીને પણ તેનાં દર્શન કરવાની ભાવના જાગી, અને પોતાને
આકાશગામિની વિદ્યા શીખવવા કહ્યું. શેઠે તેને તે વિદ્યા સાધવાનું શીખવ્યું, તે પ્રમાણે
અંધારી ચૌદશની રાતે સ્મશાનમાં જઈને તેણે ઝાડ સાથે શીકું લટકાવ્યું અને નીચે
જમીન પર તીક્ષ્ણ અણીદાર ભાલા ખોડયા. હવે આકાશગામિની વિદ્યાને સાધવા માટે
શિકામાં બેસીને, પંચ નમસ્કાર–મંત્ર વગેરે મંત્ર બોલીને તેણે શીકાની દોરી કાપી
નાંખવાની હતી. પણ નીચે ભાલાં દેખીને તેને બીક લાગતી હતી, ને મંત્રમાં શંકા પડતી
હતી કે કદાચ મંત્ર સાચો ન પડે ને હું નીચે પડું તો મારું શરીર ભાલાથી વીંધાઈ જાય!
આમ શંકાને લીધે તે નીચે ઊતરી જતો; ને વળી પાછો એમ વિચાર આવતો કે શેઠે કહ્યું
તે સાચું હશે! –એમ વિચારી પાછો શીકામાં બેસતો. આમ વારંવાર તે શીકામાં ચડઊતર
કરતો હતો; પણ નિઃશંક થઈને તે દોરી કાપી શકતો