: ૫૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
બોલ મા બોલમા બોલ મા રે...
આત્મહિત વિના બીજું બોલ મા...
જ્યારે રાજકુમારો પહેલી
જ વાર બોલ્યા, –શું બોલ્યા?
ભરત ચક્રવર્તી ચિન્તામાં છે....અનેક રાણીઓ ચિન્તામાં છે; કેમકે તેમના અનેક
રાજકુમારો કાંઈ બોલતા જ નથી. જન્મ્યા ત્યારથી મૂંગા જ છે, વર્ષો વીત્યા છતાં
એકપણ શબ્દ તેમના મોઢામાંથી હજી સુધી નીકળ્યો નથી. રાજકુમારો બોલે તે માટે
અનેક યુક્તિ ઉપાયો કર્યા, પણ તેઓ તો ન બોલ્યા તે ન જ બોલ્યા. અરે, ચક્રવર્તીના
રૂપાળા રાજકુમારો, શું જીંદગીભર મૂંગા જ રહેશે!! શું તેઓ નહિ જ બોલે? –એની
ચિંતામાં ભરત ચક્રવર્તી વર્તતા હતા.
એવામાં ભગવાન ઋષભદેવ અયોધ્યાપુરીમાં પધાર્યા.....ભરત રાજા તેમના
દર્શન કરવા ગયા....સાથે એ મુંગા રાજકુમારોને પણ તેડી ગયા. (સમવસરણમાં
તીર્થંકરનો એવો અતિશય હોય છે કે ત્યાં મુંગા પણ બોલતા થાય છે, આંધળા દેખતા
થાય છે.) રાજાએ ભગવાનના દર્શન કર્યા, રાજકુમારોએ પણ ભક્તિભાવથી પોતાના
દાદાના દર્શન કર્યા. –પરંતુ હજી સુધી તેઓ કાંઈ બોલ્યા નથી.
આખરે ભરતચક્રવર્તીએ પૂછયું–હે પ્રભો! મહા પુણ્યશાળી એવા આ રાજકુમારો,
કાંઈ બોલતા કેમ નથી? શું તેઓ મૂંગા છે?
ત્યારે ભગવાનની વાણીમાં આવ્યું–હે ભરત! એ કુમારો મુંગા નથી; જન્મથી જ
એવામાં એ વૈરાગી રાજપુત્રો એક સાથે ઊભા થયા ને પરમ વિનયપૂર્વક