Atmadharma magazine - Ank 329
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 54 of 57

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૫૧ :
હાથ જોડીને બોલ્યા–જાણે ચૈતન્યની વીણામાંથી મધુર રણકર છૂટયા: અમને હે પ્રભો!
મોક્ષના કારણરૂપ એવી મુનિદીક્ષા આપો! અમારું ચિત્ત આ સંસારથી ઉદાસ છે, આ
સંસારમાં ને પરભાવમાં ક્્યાંય અમને ચેન નથી, અમે અમારા નિજસ્વભાવના
મોક્ષસુખનો અનુભવ કરવા ચાહીએ છીએ–માટે અમને રત્નત્રયરૂપ એવી મુનિદીક્ષા
આપો....જેથી અમે કેવળજ્ઞાન પ્રગટ કરીને આ ભવબંધનથી છૂટીએ.– ’ જીવનમાં
પહેલવહેલા જ કુમારો બોલ્યા.....પહેલીજ વાર તે આવું ઉત્તમ બોલ્યા!
વાહ! ભરતચક્રવર્તી અને સભાજનો તો રાજકુમારના શબ્દો સાંભળતા જ
સ્તબ્ધ બની ગયા, લાખો –કરોડો દેવો–મનુષ્યોએ તેની પ્રશંસા કરી.....તિર્યંચોનાં ટોળા
પણ આશ્ચર્યકારી એ વૈરાગી રાજકુમારોને નીહાળી રહ્યા.
રાજકુમારો તો પોતાના વૈરાગ્યભાવમાં મગ્ન છે. પ્રભુસન્મુખ આજ્ઞા લઈને મુનિ
થયા..વચનવિકલ્પ છોડીને પાછા નિજાનંદસ્વરૂપમાં લીન થઈને વચનાતીત આનંદ
અનુભવવા લાગ્યા.....અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટક કરી સિદ્ધપદ પામ્યા.
(એ રાજકુમારોનું જીવન આપણને એવો બોધ આપે છે કે રે જીવ! એટલા જ
વચન બોલ કે જેમાં તારા આત્મહિતનું પ્રયોજન હોય.....નિષ્પ્રયોજન કોલાહલમાં ન પડ.)
* * * * *
નિયમસારના મંગલ પ્રારંભ પ્રસંગે – (ફાગણ સુદ બીજ)
ફાગણ સુદ બીજે સીમંધરનાથની પરમ ભક્તિપૂર્ણ પૂજનાદિ બાદ નિયમસાર
પરમાગમના પ્રવચનો (ગુજરાતી પર છઠ્ઠીવાર, ને કુલ આઠમી વાર) પ્રારંભ કરતા
કહાનગુરુએ કહ્યું; હે પરમાત્મા! આપના જેવા પરમ વીતરાગ સર્વજ્ઞપરમાત્મા અમને
મળ્‌યા, હવે અમારું ચિત્ત બીજા મોહી–અજ્ઞાનીઓને કેમ નમે? આપના પ્રતાપે પરમ
વીતરાગી ચૈતન્યસ્વભાવને જાણ્યો ત્યાં હવે બીજા પરભાવોનો આદર હું કેમ કરું?
પ્રભો! ચિદાનંદસ્વભાવની શ્રદ્ધા અને વીતરાગતા વડે આપે મોહનો નાશ કરીને
ભવને જીત્યા છે, તેથી આપ જ અમારા પૂજ્ય છો. ભવને જીતનારા ભગવાને ભવથી
છૂટવાનો ઉપાય બતાવ્યો. ભવ અને ભવનો ભાવ મારા ચિદાનંદસ્વભાવમાં નથી, એવા
સ્વભાવની આરાધના કરનારા ધર્મીજીવ ભવને જીતનારા એવા સર્વજ્ઞ પરમેશ્વર સિવાય
બીજાને નમતા નથી. પ્રભો! આપ કેવળજ્ઞાનવડે જગતને પ્રકાશનારા સૂર્ય છો.....આમ
સર્વજ્ઞને ઓળખીને સાધકજીવ તેમને જ નમે છે. આમ સર્વજ્ઞસ્વભાવનો આદર કરવો તે
મંગળ છે.