PDF/HTML Page 41 of 41
single page version
ફોન નં. : ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 187
હે જીવ! પોતાના આત્મહિતમાં તત્પર શા
‘મુનિએ નિરંતર મૌનવ્રત સહ સાધવું નિજ કાર્યને.’
કેવળ સ્વકાર્યમાં પરાયણ પરમ જિન યોગીશ્વરે મૌનવ્રતસહિત નિજકાર્યને
સાધવું, સમસ્ત પશુસમાન મૂર્ખ મનુષ્યોવડે નિંદવામાં આવતો હોય તોપણ, છિન્નભિન્ન
થયા વગરનો અભિન્ન રહીને નિજકાર્યને નિરંતર સાધવું, –કે જે મોક્ષસુખનું કારણ છે.
આત્મજ્ઞાની મુમુક્ષુ જીવ લૌકિક ભયને છોડીને, મુક્તિને માટે પોતે પોતાનાથી
પોતાનામાં અવિચળ સ્થિતિ કરે છે.
* * *
છે જીવ વિધવિધ, કર્મ વિધવિધ, લબ્ધિ છે વિધવિધ અરે!
તે કારણે નિજ–પરસમય સહ વાદ પરિહર્તવ્ય છે.
જગતમાં જીવો, તેમનાં કર્મ, તેમની લબ્ધિઓ વગેરે અનેક પ્રકારનાં છે; તેથી
સર્વ જીવો સમાન વિચારના થાય તે બનવું અસંભવિત છે. માટે પરજીવોને સમજાવી
દેવાની આકુળતા કરવી યોગ્ય નથી. પોતાના નિજહિતમાં પ્રમાદ ન થાય એમ રહેવું એ
જ કર્તવ્ય છે. સ્વસમયો અને પર સમયો સાથે વચનવિવાદ કર્તવ્ય નથી.
* * *
‘જ્ઞાની પરજનસંગ છોડી જ્ઞાનનિધિને ભોગવે’
સહજ પરમ તત્ત્વજ્ઞાની, આસન્ન ભવ્ય, વૈરાગ્યસંપત્તિવાન જીવ પરમગુરુના
ચરણકમળની ઉત્તમ ભક્તિ વડે સહજ જ્ઞાનનિધિને પામીને, તેને ભોગવે છે; અને
સ્વરૂપવિકળ એવા પરજનોના સમૂહને ધ્યાનમાં વિઘ્નનું કારણ સમજીને તજે છે.
(–નિયમસારમાંથી)
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
પ્રકાશક : શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
મુદ્રક : મગનલાલ જૈન અજિત મુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત : ૨૮૦૦