Atmadharma magazine - Ank 330
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 41

background image
: ૧૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૭
અરે, ક્યાં ઉત્તમ ધર્મસંસ્કારવાળા માતા–પિતાનું ઘર! ને ક્્યાં આ વેશ્યાનું ઘર!!
અનંતમતીના અંતરમાં વેદનાનો પાર નથી; પણ પોતાના શીલવ્રતમાં તે અડગ છે.
સંસારના વૈભવો દેખીને ક્્યાંય તેનું મન લલચાતું નથી.
આવી સુંદરી પોતાને પ્રાપ્ત થવાથી કામસેના વેશ્યા ઘણી ખુશી થઈ, ને પોતાને
ઘણી કમાણી થશે એમ સમજીને અનંતમતીને ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરવા લાગી; તેણે
અનેક પ્રકારે કામોત્તેજક વાતો કરી, ઘણી લાલચ આપી, ઘણો ત્રાસ આપ્યો, પણ
અનંતમતી તો પોતાના શીલધર્મથી રંચમાત્ર ન ડગી. કામસેનાને તો એવી આશા હતી
કે આ યુવાન સ્ત્રીનો વેપાર કરીને હું ઘણું ધન કમાઈશ, પણ એની આશા ઉપર પાણી
ફરી વળ્‌યું. એ બિચારી વિષયલોલુપ બાઈને ક્્યાંથી ખબર હોય કે આ યુવાન બાઈએ
તો ધર્મની જ ખાતર પોતાનું જીવન અર્પી દીધું છે, ને સંસારના કોઈ વિષયભોગોની
તેને જરાય આકાંક્ષા નથી; સંસારના ભોગો પ્રત્યે તેનું ચિત્ત એકદમ નિષ્કાંક્ષ છે. શીલની
રક્ષા કરતાં ગમે તેવું દુઃખ આવી પડે તેનો ભય નથી. અહા! જેનું ચિત્ત નિષ્કાંક્ષ છે તે
ભયવડે પણ સંસારના સુખને કેમ ઈચ્છે? જેણે પોતાના આત્મામાં જ પરમસુખનાં
નિધાન દેખ્યાં છે તે ધર્માત્મા, ધર્મના ફળમાં સંસારના દેવાદિક વૈભવના સુખને સ્વપ્નેય
વાંછતા નથી–એવા નિઃકાંક્ષ છે; તેમ અનંતમતીએ પણ શીલગુણની દ્રઢતાને લીધે
સંસારના સર્વે વૈભવની આકાંક્ષા છોડી દીધી; કોઈપણ વૈભવથી લલચાયા વગર તે
શીલમાં અડગ રહી. અહા! સ્વભાવના સુખ પાસે સંસારના સુખને કોણ વાંછે?
ખરેખર, સંસારના સુખની વાંછાથી છૂટીને નિઃકાંક્ષ થયેલી અનંતમતીની આ દશા એમ
સૂચવે છે કે તેના પરિણામનો પ્રવાહ હવે સ્વભાવસુખ તરફ ઝૂકી રહ્યો છે. આવા
ધર્મસન્મુખ જીવો સંસારનાં દુઃખથી કદી ડરતા નથી ને પોતાનો ધર્મ કદી છોડતા નથી.
સંસારના સુખને વાંછનારો જીવ પોતાના ધર્મમાં અડગ રહી શકતો નથી. દુઃખથી ડરીને
તે ધર્મ પણ છોડી દે છે.
જ્યારે કામસેનાએ જાણ્યું કે અનંતમતી કોઈપણ રીતે તાબે થવાની નથી, ત્યારે
તેણે ઘણું ધન લઈને સિંહારાજ નામના રાજાને તે સોંપી દીધી.
બિચારી અનંતમતી! જાણે સિંહના જડબામાં જઈ પડી! વળી પાછી તેના પર
નવી આફત આવી દુષ્ટ સિંહરાજા પણ તેના પર મોહિત થયો પણ અનંતમતીએ તેનો
તિરસ્કાર કર્યો; વિષયાંધ બનેલો તે પાપી અભિમાનપૂર્વક સતી પર બલાત્કાર કરવા
તૈયાર થયો–પણ ક્ષણમાં એનું અભિમાન ઊતરી ગયું. –સતીના