: ચૈત્ર : ૨૪૯૭ આત્મધર્મ : ૩ :
મોંઘું પણ સાચું લેજો......
સોંઘું સમજીને
ખોટું ન લેશો
એક માણસ કહે: તમે સોનગઢવાળાએ સમ્યગ્દર્શન બહુ મોંઘું
કરી નાખ્યું! મુમુક્ષુએ કહ્યું: ભાઈ! ભલે મોંઘું, –પણ મળે તો છે!
બીજે (વિરુદ્ધ માર્ગમાં) તો સમકિત મળતું જ નથી. ભલે મોંઘો હોય
પણ સાચો માલ લેવો. સોંઘો સમજીને ખોટો માલ લઈ લ્યે તે તો
છેતરાય છે. તેં જેને સોંઘુ માની લીધું છે. (–શુભરાગથી સમ્યક્ત્વ
માની લીધું છે) તે ખરેખર સોંઘુ નથી પણ મોંઘું છે કેમકે તેમાં તારી
બધી મહેનત નકામી જવાની છે, તને સાચું સમ્યક્ત્વ મળવાનું નથી.
માટે, ભલે તેને મોંઘું લાગે તોપણ સમકત્વનો આ સાચો માર્ગ તું
લે.... એનાથી તને મોક્ષસુખ મળશે.
સુંદર માર્ગ
ઈર્ષાભાવથી કોઈ લોકો સુંદર માર્ગને નિંદે તો તેનાં વચનો
સાંભળીને જિનમાર્ગ પ્રત્યે અભક્તિ ન કરજો. જિનેશ્વરપ્રણીત શુદ્ધ
રત્નત્રયમાર્ગ પ્રત્યે ભક્તિ કર્તવ્ય છે.
સંતોની સાથે
હે જીવ! રત્નત્રયરૂપ સંતોનો તને સાથ મળ્યો....તો તેમની
ઉપાસના વડે તું પણ તેમની સાથે રત્નત્રયમાર્ગનો પ્રવાસી થા.
એક જ માર્ગે
રત્નત્રયમાર્ગી સંતો આપણને એમ કહે છે કે–અનેક
વિચિત્રતાથી ભરેલા આ સંસારમાં ઉદાસીન રહીને, માત્ર તારા
આત્માનું હિત થાય તે એક જ માર્ગે ચાલજે.