: ૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૭
એટલે શુદ્ધઆત્માનો પક્ષ. તેનો વિરોધ કરનારા સમયસારના વિપક્ષી જીવો તો
જગતની જાળમાં ભટકે છે. શુધ્ધાત્મારૂપી સમયસારનો પક્ષ કરનારા જીવો શુદ્ધનયરૂપી
પાંખવડે જ્ઞાનગગનમાં ઉડે છે એટલે કે નિરાલંબીપણે આકાશ જેવા અપાર
જ્ઞાનસ્વભાવને તે અનુભવે છે.
* આ સમયસાર તો શુદ્ધ સોના જેવું નિર્મળ છે. સોનામાં એના અક્ષર
કોતરાવીએ તોય મહિમા પૂરો ન થાય. સો ટચના સોના જેવા શુદ્ધ ભાવો આ
સમયસારમાં ભર્યા છે; સમયસાર આત્માના ગંભીર ભાવોથી ભરેલું વિરાટ સ્વરૂપ છે.
આવા સમયસારનું શ્રવણ કરતાં, –એટલે કે તેના વાચ્યરૂપ શુધ્ધઆત્માના લક્ષે
ભાવશ્રવણ કરતાં ભવ્ય જીવને હૈયાનાં ફાટક ખુલ્લી જાય છે, સમ્યગ્દર્શનાદિ
અપૂર્વભાવો પ્રગટ થાય છે.
* આ સમયસાર–કે જે ભગવાનની વાણી છે, તેના ભાવોની પરીક્ષા કરીને
નિર્ણય કરે તો આત્માની સ્વાનુભૂતિ થઈ જાય, એને પછી શંકા ન રહે કે મારે હજી
અનંત ભવ હશે! એ તો નિઃશંક થઈ જાય કે અહો! સમયસારે તો ન્યાલ કર્યો; અમે
સંસારથી છૂટા પડીને મોક્ષના માર્ગમાં આવી ગયા....સમયસારે તો અશરીરી
ચૈતન્યભાવ બતાવ્યો. આવું સમયસાર સાંભળીને જેણે આત્માની પ્રીતિ કરી તેને
મોક્ષનાં ફાટક ખુલી ગયા..... ચૈતન્યના કબાટ ખુલી ગયા.
* અરિહંતોનો પંથ......
એ જ અમારો પંથ *
તમારો પંથ ક્્યો? –પંથ એટલે માર્ગ; અરિહંત ભગવંતોનો
જે માર્ગ છે તે જ અમારો માર્ગ છે, અમે અરિહંતોના પંથના છીએ.
અરિહંતોનો પંથ એટલે આત્માના આશ્રયે પ્રગટેલા
શુદ્ધરત્નત્રય; તે જ માર્ગે અરિહંતો મોક્ષમાં ગયા છે, ને અમારો
પણ તે જ માર્ગ છે. આવા શુદ્ધરત્નત્રયરૂપ અરિહંતમાર્ગ સિવાય
બીજા કોઈ માર્ગથી મુક્તિ નથી–નથી.
શુદ્ધરત્નત્રય સિવાય બીજા કોઈ રાગાદિ ભાવથી મોક્ષ
થવાનું જે માને તે અરિહંતના માર્ગને માનતો નથી, તે અરિહંતના
પંથમાં નથી.