Atmadharma magazine - Ank 331
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 69

background image
૩૩૧
* દરિયો *
દરિયો.....કેટલો વિશાળ ને કેવો ગંભીર! કેવી
ઠંડી હવા આવે છે એના કિનારે! –એના કરતાંય
એને જાણનારા આ ચૈતન્યદરિયાની વિશાળતા અને
ગંભીરતા કોઈ અજબ છે! આ ચૈતન્યદરિયાના
કિનારે આવતાં, એટલે કે એની સન્મુખ થઈને એનો
વિચાર કરતાં પણ અંદરથી શાંતિની કોઈ અનેરી
હવા આવે છે. અહા, આનંદમય રત્નોથી ભરેલો આ
દરિયો, –કેવો મહાન! જેને દેખતાં મન તૃપ્તિ પામે,
ને દીર્ઘકાળ સુધી દેખ્યા કરીએ તોપણ થાક ન લાગે.
એ આનંદના દરિયામાં ડુબકી મારીને મગ્ન
થયેલા સંતો આપણને પણ બોલાવે છે કે હે જીવો!
તમે અહીં આવો અને અત્યંત ગંભીરપણે, અંતરમાં
ઊંડે ઊંડે આનંદતરંગથી ઉલ્લસી રહેલા આ
જ્ઞાનસમુદ્રમાં મગ્ન થાઓ.
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૭ વૈશાખ (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ ૨૮ : અંક ૯