આત્માની સાધનાનો ઉત્સવ.
કે પરમગંભીર ચૈતન્યસમુદ્રના કિનારે જ બેઠા હોઈએ–એવા શીતળ આનંદના વાયરા
આવે છે. ઠેઠ કિનારા સુધી લાવીને ગુરુદેવ આપણને કહે છે કે–જો ભાઈ! આ
ચૈતન્યદરિયો તારી સામે જ ઉલ્લસી રહ્યો છે, હવે તેમાં તું મગ્ન થા! એની ગંભીરતાનું
માપ તું જાતે અંદર ઊતરીને કર.
ઊંડા સમુદ્ર સિવાય કાંઠાનાં કાદવમાં ચેન પડતું નથી. અહા! ગુરુદેવ! આપ પોતે તો
દરિયા જેવા ગંભીર છો, ને આપ જે તત્ત્વ બતાવી રહ્યા છો તે પણ દરિયા જેવું પરમ
ગંભીર છે. દરિયામાં મેલ સમાય નહિ, દરિયો સ્વયં ઉલ્લસીને મેલને બહાર ફેંકી દે છે,
તેમ આ ચૈતન્ય દરિયામાં પરભાવરૂપી મેલ પ્રવેશી શકતા નથી. આનંદથી ઉલ્લસતો
ચૈતન્યદરિયો પરભાવોના મેલને બહાર ફેંકી દે છે. આનંદના આવડા મોટા નિર્મળ
દરિયાને આત્મામાં જ સમાવી દેનાર, અને એ દરિયાનું મથન કરી કરીને સમ્યક્ત્વાદિ
અનંત રત્નોને પ્રાપ્ત કરાવનાર હે ગુરુદેવ! આપે દરિયાથી પણ મહાન એવો ચૈતન્યદેવ
અમને દેખાડયો. આપના અવતારથી આ ભરતક્ષેત્રના જીવોને પોતામાં જ પરમાત્માની
પ્રાપ્તિ થઈ. આજે અમને અપાર આનંદ છે...અપાર ઉલ્લાસ છે....આપના મંગલ–
આશીષથી વીતરાગ માર્ગમાં સદાકાળ આપની સાથે જ રહેશું, –એવા આનંદ–
ઉલ્લાસપૂર્વક આપશ્રીને અભિનંદીએ છીએ–અભિવંદીએ છીએ.