Atmadharma magazine - Ank 331
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 69

background image
: : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
પ્રગટ કર્યું, એટલે કે અતીન્દ્રિય આત્માના આનંદનો અનુભવ કર્યો, ને પછી
આત્માની ઉન્નતિ કરતાં કરતાં આ છેલ્લા ભવમાં કેવળજ્ઞાન પ્રગટ કરીને
પાવાપુરીથી મોક્ષ પધાર્યા; ત્રણ વર્ષ પછી તેને અઢી હજાર વર્ષ પૂરા થશે ને તેનો
મોટો ઉત્સવ ઉજવાશે.
જ્ઞાનની સ્મૃતિના બળે સાધક જીવ વચ્ચેનો કાળ દૂર કરીને કહે છે કે
ભગવાન આજે જ જન્મ્યા. ભગવાનને દેહથી ભિન્ન આત્માનું જ્ઞાન તો પૂર્વે અનેક
ભવોથી હતું; અતીન્દ્રિય આનંદના સ્વાદનો અનુભવ હતો; એવી અનુભવદશા
ઉપરાંત અવધિજ્ઞાનસહિત ભગવાન મહાવીરનો આત્મા ત્રિશલારાણીની કૂંખે
સવાનવ માસ રહ્યા, તે વખતે પોતે પોતાને દેહથી ભિન્ન જાણતા હતા. ત્રીસ વર્ષ
સુધી કુમાર અવસ્થામાં રહ્યા. લગ્ન તો તેમણે કર્યું ન હતું. ત્રીસવર્ષની વયે
જાતિસ્મરણ થતાં તેઓ વૈરાગ્ય પામ્યા ને આત્મધ્યાન સહિત વનજંગલમાં વિચરવા
લાગ્યા. બાર વર્ષ સુધી મુનિઅવસ્થામાં જ્ઞાન–ધ્યાન સહિત વિચર્યા; ને વૈશાખ સુદ
દશમના રોજ સમ્મેદશિખરની નજીક ઋજુવાલિકા નદીના તીરે ક્ષપકશ્રેણી માંડીને
લોકાલોકપ્રકાશક કેવળજ્ઞાન પ્રગટ કરીને અરિહંત પરમાત્મા થયા. અને પછી
રાજગૃહીમાં વિપુલાચલ પર અષાડ વદ એકમથી દિવ્યધ્વનિવડે જગતને
મોક્ષમાર્ગનો ઉપદેશ આપ્યો. તે ઉપદેશ ગણધરોએ ઝીલીને શાસ્ત્રોની રચના કરી, ને
વીતરાગ માર્ગી સંતોની પરંપરાથી તે શાસ્ત્રો ચાલ્યા આવે છે. તેમાંથી એક આ
નિયમસાર છે; તેમાં આ ૪૦ મી ગાથાઓ શ્લોક વંચાય છે. તેમાં કહે છે કે–
હે જગતના જીવો! આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે, પરભાવોનો તેમાં
પ્રવેશ નથી, તેથી ઓળખાણ કરીને અનાદિના મોહને હવે છોડો.
આત્મા તો અનાદિનો છે, તે કાંઈ નવો થયો નથી; દેહ નવા નવા બદલાયા,
પણ આત્મા તો એનો એ અનાદિકાળથી છે; તેણે અનાદિથી શું કર્યું ? કે પોતાના
સ્વરૂપને ભૂલીને મોહ કર્યો. હવે તે મોહને છોડવા માટે આ ઉપદેશ છે.
આ ભવ પહેલાંં પૂર્વ ભવમાં આત્મા હતો; અને તે ક્્યાં હતો તેનું જ્ઞાન પણ
થઈ શકે છે. અનેક જીવો જાતિ–સ્મરણ જ્ઞાન વડે પોતાના પૂર્વ ભવને જાણનારા
મોજુદ છે. જેમ કાલે આત્મા ક્્યાં હતો તેનું જ્ઞાન થાય છે તેમ આ ભવ પહેલાંં
પૂર્વના ભવોમાં આત્મા ક્્યાં હતો તેનું પણ જ્ઞાન થઈ શકે છે. આત્માના જ્ઞાનની
અચિંત્ય તાકાત છે.