: ૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
“नाटक सुनत हिये फाटक खुलत है”
સમયસાર નાટક દ્વારા શુદ્ધાત્માનું શ્રવણ
કરતાં હૈયાનાં ફાટક ખુલ્લી જાય છે
[સમયસાર–નાટકનાં અધ્યાત્મરસઝરતાં પ્રવચનોમાંથી (લેખાંક પ)]
હૈયાનાં ફાટક ખોલીને આત્માનો અનુભવ કરાવનારાં આ પ્રવચનો
સર્વે જિજ્ઞાસુઓને ખૂબ જ ગમ્યાં છે... તેથી આત્મધર્મમાં
આ લેખમાળા ચાલુ જ રહેશે... તદુપરાંત સમયસાર નાટક
ઉપરનાં પ્રવચનો પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવાનું પણ
માનનીય પ્રમુખશ્રી દ્વારા વિચારવામાં આવ્યું છે.
* આત્માના અનુભવ વડે પરમ મોક્ષસુખ પમાય છે. અહો, આવા અનુભવરસનું
હે જીવો! તમે સેવન કરો. આત્માના અનુભવનો. અને એવા સ્વાનુભવી
સંતોનો જેટલો મહિમા કરીએ તેટલો ઓછો છે. પોતે આવો અનુભવ કરવો તે
જ સાર છે. આવો અનુભવ કરવાનું સમયસારમાં બતાવ્યું છે, તેથી કહે છે के –
‘नाटक सुनत हिये फाटक खुलत है। ’
* આત્માના અનુભવમાં અત્યંત પવિત્રતા છે તેથી અનુભવ તે જ પરમાર્થ તીર્થ
છે. સમ્મેદશિખર – ગીરનાર – શત્રુંજય વગેરે સિદ્ધક્ષેત્રો શુભભાવના નિમિત્તરૂપ
વ્યવહારતીર્થ છે; પણ અહીં તો કહે છે કે મોક્ષને માટે તો આવો અનુભવ તે જ
ખરું તીર્થ છે; જેણે સ્વાનુભવ કર્યો તેનો આત્મા પોતે જ પવિત્ર તીર્થ બની ગયો
–કેમકે તે ભવસાગરને તરે છે. અસંખ્યપ્રદેશી આત્મા પોતે સ્વાનુભવરૂપ
મોક્ષસાધનાની ભૂમિ છે તેથી તે જ તીર્થધામ છે; તેની યાત્રા કરતાં મોક્ષ પમાય
છે. શુભરાગને પણ પરમાર્થે તીર્થ નથી કહેતા, શુદ્ધ રત્નત્રયરૂપ અનુભવને જ
તીર્થ કહે છે – કે જેના વડે નિયમથી ભવસમુદ્રને તરાય છે.
(– અનુસંધાન પાના: ૩૩ ઉપર)