: જેઠ : ૨૪૯૭ આત્મધર્મ : ૯ :
મોક્ષને માટે શુદ્ધઆત્માનું ઘોલન
રાજકોટ શહેરમાં વીર સં. ૨૪૯૭ ના વૈશાખ સુદ
પાંચમ વૈશાખ વદ ત્રીજ સુધીના પ્રવચનમાંથી પ્રસાદી
* મોક્ષને માટે હે જીવ! તારે શુદ્ધ રત્નત્રય કરવા યોગ્ય છે; તે રત્નત્રયના કારણ
રૂપ એવા કારણ પરમાત્માને તું અત્યંત શીઘ્ર ભજ, – તે તું જ છો.
* આત્મા પોતે પરમ સ્વભાવરૂપ કારણ પરમાત્મા બિરાજે છે; પર્યાયમાં પરભાવ
હોવા છતાં ધર્મી જીવ શુદ્ધ દ્રષ્ટિથી પોતાને કારણ પરમાત્મા રૂપે દેખે છે, તેથી
કોઈ પરભાવમાં તેને આત્મબુદ્ધિ થતી નથી, તેનાથી પોતાને જુદો જ દેખે છે.
* આત્મવસ્તુ પરમ મહિમાવંત છે. જો આત્માનો મહિમા ન હોય તો પછી જગતમાં
બીજા કોનો મહિમા કરવો? મહિમાવંત વસ્તુ જ પોતાનો આત્મા છે, તેનો
મહિમા લાવીને તેને ધ્યેય કર. તેને ધ્યેય કરતાં સમ્યગ્દર્શનરૂપ કાર્ય સહેજે થઈ
થશે.
* પરભાવો છે તે પરભાવમાં છે, – તે વખતે હું કેવો છું, હું સહજ ગુણમણિની
ખાણ છું, પૂર્ણજ્ઞાન જ મારું સ્રૂપ છે. – એમ પરભાવથી પૃથક્કરણ કરીને ધર્મી
પોતાને શુદ્ધ દેખે છે. ને શુદ્ધતાને ભજે છે, પરભાવને ભજતા નથી.
* આત્મા રાગની ખાણ નથી, આત્મા તો શુદ્ધ રત્નોની ખાણ છે. બધા પરભાવોને
બાદ કરીને આવા ગુણનિધાન આત્માને એકને જ જે અનુભવે છે તે તીક્ષ્ણ બુદ્ધિ
છે, ઈન્દ્રિયોથી પાર થઈને તીક્ષ્ણબુદ્ધિ વડે એટલે કે અતીન્દ્રિય જ્ઞાન વડે તેણે
પોતાના શુદ્ધઆત્માને અનુભવમાં લીધો છે.
* શુભરાગમાં ભક્તિમાં દયા–દાનમાં કે શાસ્ત્રના ભણતરમાં રોકાયેલી બુદ્ધિને
તીક્ષ્ણબુદ્ધિ નથી કહેતા, તે તો સ્થૂળ છે, અજ્ઞાનીને પણ એવા સ્થૂળભાવ તો
આવડે છે. ગુણભેદના વિકલ્પો તે પણ સ્થૂળમાં જાય છે.
* ભગવાન આત્મા, તેના બે અંશ: એક ત્રિકાળ ધ્રુવ અંશ, એક ઉપજતો–