: ૧૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
વિનશતો વર્તમાન અંશ. મોક્ષ અને મોક્ષમાર્ગરૂપ કાર્ય તે બંને પર્યાયરૂપ અંશ
છે; તેના વડે પોતાના કારણ પરમાત્માને જ તે ભજે છે. પરમાત્મા પોતાથી કોઈ
બીજો નથી, પોતે જ તે છે.
* હે ભવ્ય! પરભાવ હોવા છતાં તેનાથી રહિત જે કારણ પરમાત્માને તું ભજી રહ્યો
છે તે બહુ ઉત્તમ કાર્ય છે, માટે હજી વધુ ને વધુ તેને તું ભજ.
* પ્રવીણ બુદ્ધિ તેને કહેવાય કે જે પોતાના પરિપૂર્ણ તત્ત્વને પોતામાં દેખે. પોતે
પોતાને જ જે ન દેખી શકે એને પ્રવીણ કેમ કહેવાય? – એ તો અંધ છે.
* ભાઈ, બીજું તને આવડે કે ન આવડે, તારા આનંદમય સ્વતત્ત્વને દેખવાના
અભ્યાસમાં તું પ્રવીણ થા. ‘સમયસાર એવું જે પરમ તત્ત્વ, તેના સિવાય બીજું
કાંઈપણ મારામાં નથી’ – એમ જે સ્વતત્ત્વને દેખે છે તે શુદ્ધદ્રષ્ટિવંત છે.
* શુદ્ધદ્રષ્ટિથી જોતાં પરમ તત્ત્વ એક જ દેખાય છે. વિભાવ તેમાં નથી. આ રીતે
અમારા સહજ તત્ત્વમાં વિભાવ અસત્ છે. વિભાવ અસત્ હોવાથી તેની અમને
ચિંતા નથી. સત્રૂપ એવું શુદ્ધ આત્મતત્ત્વ જ અમારા હૃદયમાં સ્થિત છે. તેને જ
અમે સતત અનુભવીએ છીએ; તે જ મુક્તિની રીત છે. આ સિવાય બીજી રીતે
મુક્તિ નથી – નથી.
* સહજ ચેતનારૂપ અમારા સ્વભાવને જ અમે ચિંતવીએ છીએ, તેનું ચિંતન કરતાં
રાગાદિ પરભાવો તો અસત્ થઈ જાય છે; આવા સ્વભાવની કથા તે ધર્મકથા છે.
* ધર્મકથા તેને કહેવાય કે જે રાગને છોડાવે ને વીતરાગતાને પુષ્ટ કરે. જે કથા
રાગથી લાભ મનાવીને રાગની પુષ્ટિ કરે તે ધર્મકથા નથી, તે તો અધર્મકથા છે,
– પાપકથા છે.
* અમારા સ્વભાવમાં રાગનો કોઈ અંશ છે જ નહિ, અને તે સ્વભાવને અમે
અનુભવીએ છીએ, – ત્યાં પરભાવની ચિંતા રહેતી નથી. પરભાવ વગરનો
અમારો સત્ સ્વભાવ તેને એકને જ અમે ચિંતવીએ છીએ. તેના ચિંતનમાં
મોક્ષનો આનંદ વેદાય છે.
* આત્મામાં સંસારદશા અને સિદ્ધદશા એવી અવસ્થાઓ છે, જો અવસ્થા ન જ
હોય તો કાર્ય કરવાનું રહેતું નથી, ને વસ્તુ જ રહેતી નથી; એટલે અશુદ્ધ કે શુદ્ધ
અવસ્થાઓ આત્મામાં છે – એમ જાણવું જોઈએ. – આ વ્યવહાર છે. તે
વ્યવહારના આશ્રયે નિર્વિકલ્પ જીવનો અનુભવ થતો નથી. નિર્વિકલ્પ સહજ
તત્ત્વના અનુભવ વડે બુધપુરુષોને શુદ્ધતા પ્રગટે છે.