: જેઠ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૧ :
* નિર્ણય કરનાર પર્યાય અંદર સ્વભાવ તરફ એકાગ્ર થાય છે. રાગમાં એકાગ્રતા
વડે કે પર્યાયમાં એકાગ્રતા વડે સહજ સ્વભાવનો નિર્ણય થતો નથી. જેનો
નિર્ણય કરવાનો છે તેની સન્મુખ થવાથી જ તેનો સાચો નિર્ણય થઈ શકે.
બીજાની સન્મુખ જોઈને આત્મસ્વભાવનો સાચો નિર્ણય ન થાય.
* શુદ્ધ દ્રષ્ટિવાળા અતિ આસન્ન ભવ્ય જીવોને પોતાનાં અંતરમાં પરમ કારણ
પરમાત્મા જ ઉપાદેય છે; તેમાં સહજ સુખનો સાગર ઊછળે છે. કલેશનો જેમાં
પ્રવેશ નથી ને સુખનો જે સમુદ્ર છે આવા ઉત્તમ સારભૂત સ્વતત્ત્વમાં બુદ્ધિ
જોડીને તેને જ તમે ઉપાદેય કરો.
* બંધ હો કે ન હો, સમસ્ત વિચિત્ર મૂર્તદ્રવ્યજાળ શુદ્ધ જીવના ૩પ થી રહિત છે –
એમ જિનદેવનું શુદ્ધ વચન બુધપુરુષોને કહે છે – હે ભવ્ય! આ જગપ્રસિદ્ધ
સત્યને તું જાણ.
* જુઓ, પરથી ભિન્ન શુદ્ધ જીવને જે બતાવે તેને જ શુદ્ધ વચન કહીએ છીએ.
મહાવીર ભગવાન આજે (વૈ૦ સુદ દશમે) કેવળજ્ઞાન પામ્યા.... તેમણે શુદ્ધ
વચન વડે આવો શુદ્ધ આત્મા બતાવ્યો.
* શુદ્ધતત્ત્વ ઉપર મીટ માંડતાં શુદ્ધપર્યાય ખીલે છે. આવી શુદ્ધદ્રષ્ટિમાં ધર્મી
સમ્યગ્દ્રષ્ટિને કારણ – કાર્ય બંને શુદ્ધ છે. શાસ્ત્રકાર કહે છે કે અહો! પરમાગમના
આવા મહાન અર્થને સાર–અસારના વિચારવાળી સુંદર બુદ્ધિ વડે જે જાણે છે તે
સમ્યગ્દ્રષ્ટિ છે; તેને અમે વંદન કરીએ છીએ.
* પર્યાયને ગૌણ કરીને શુદ્ધ અંતરતત્ત્વને દેખો. દ્રષ્ટિની દિશાને દ્રવ્ય તરફ ફેરવીને
તેમાં એકાગ્ર થાઓ.
* સર્વજ્ઞના સર્વાંગેથી જે વીતરાગ વાણીનો ધોધ વહ્યો તેમાં ચૈતન્યનું
અદ્ભુતસ્વરૂપ એવું શુદ્ધ બતાવ્યું કે જેમાં પરભાવનો પ્રવેશ નથી, ઉદયભાવો તો
નથી, ને ક્ષાયિકાદિ ભાવોના ભેદોથી પણ જે પાર છે. આવું તત્ત્વ સર્વે
વિકલ્પોના રાગથી પાર છે તેથી તે સહજ વૈરાગ્યમય છે.
* આવું સહજ ચૈતન્યતત્વ છે તે સર્વે પરદ્રવ્યોથી ને પરભાવોથી સર્વથા પરાડમુખ
છે, એટલે પરથી પરાડમુખ થઈને શુદ્ધ સ્વદ્રવ્યમાં દ્રષ્ટિ કરતાં આવો આત્મા
અનુભવાયા છે. અહો, એકલા સ્વદ્રવ્યના આશ્રયે જ મોક્ષમાર્ગ છે.
* સાચો વૈરાગ્ય શુદ્ધ આત્માના આશ્રયે થાય છે. રાગના અંશમાંય લાભની બુદ્ધિ
રહે ત્યાં સાચો વૈરાગ્ય નથી. અહીં તો કહે છે કે આત્માનું સહજ તત્ત્વ ત્રણે કાળ
રાગવગરનું વૈરાગ્યસ્વરૂપ જ છે,