: ૧૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
રાગનો પ્રવેશ તેમાં કદી છે જ નહિ; આવા આત્માને અનુભવનારા જીવો જ સાચા
વૈરાગ્યવંત છે.
* પુણ્ય અને પાપ બંનેથી પાર એકલા જ્ઞાનમય જે ભાવ છે તેને જ વૈરાગ્ય કહ્યો છે,
ને એવા વિરક્ત જીવો જ જ બંધનથી છૂટે છે; પુણ્યના રાગમાં પણ જે રક્ત છે તે
તો બંધાય છે. પુણ્ય સ્વયંબંધન છે, તેના વડે મુક્તિ થતી નથી.
* સ્વદ્રવ્યનું ગ્રહણ કર્યાં વિના, અને પર દ્રવ્યનું ગ્રહણ છોડ્યા વિના, જીવનું કલ્યાણ
થાય નહીં. માટે શ્રીમદ્ રાજ રાજચંદ્રજી (નાની વયમાં પણ અંતરના સંસ્કારથી)
લખે છે કે –
સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ,
પરદ્રવ્યનું ગ્રાહકપણું ત્વરાથી છોડો.
સ્વદ્રવ્યનું તો અતીન્દ્રિય મહાન આનંદથી ભરેલું છે; તે આનંદમાં રમણતા
કરો ને પરદ્રવ્યમાં રમણતા છોડો. પરદ્રવ્યમાં રમણતા તે દુઃખ છે, તેને ત્વરાથી
છોડો ને સ્વદ્રવ્યના સુખમાં ત્વરાથી લીન થાઓ.
* કોઈને એમ લાગે કે જંગલમાં મુનિને એકલા – એકલા કેમ ગમતું હશે! અરે
ભાઈ! જંગલ વચ્ચે નિજાનંદમાં ઝુલતા મુનિઓ તો પરમ સુખી છે; જગતના
રાગ–દ્વેષનો ઘોંઘાટ ત્યાં નથી. કોઈ પર વસ્તુ સાથે આત્માનું મિલન જ નથી,
એટલે પરના સંબંધ વગર આત્મા સ્વયમેવ એકલો પોતે પોતામાં પરમ સુખી છે.
પરના સંબંધથી આત્માને સુખ થાય એવું તેનું સ્વરૂપ નથી. સમ્યગ્દ્રષ્ટિ જીવો
પોતાના આવા આત્માને અનુભવે છે અને તેને જ ઉપાદેય જાણે છે.
* તીક્ષ્ણ બુદ્ધિ એટલે સ્વસન્મુખ જ્ઞાન, તેમાં પોતાનો શુદ્ધ આત્મા જ ઉપાદેય છે.
તેમાં બીજું કાંઈ ઉપાદેય નથી, પર્યાય તે શુદ્ધઆત્મામાં ઘૂસી ગઈ ત્યારે તેમાં
શુદ્ધાત્મા ઉપાદેય થયો.
* વિકલ્પભાવમાં શુદ્ધ આત્મા ઉપાદેય થતો નથી, અનુભવાતો નથી; શુદ્ધઆત્મા તો
સ્વસન્મુખ બુદ્ધિમાં જ ઉપાદેય થાય છે; સ્વસન્મુખબુદ્ધિ તે નિર્વિકલ્પ ભાવ છે, તે
વિકલ્પથી પાર છે.
* જુઓ, આ શુદ્ધઆત્માને ઉપાદેય કરવાની રીત! તેને પ્રાપ્ત કરવાની એટલે કે
અનુભવમાં લેવાની આ રીત છે.
‘આત્મા ઉપાદેય છે’ એમ શાસ્ત્રની ધારણા કરી લીધી તેથી આત્મા ઉપાદેય
થઈ જતો નથી; પણ જેની બુદ્ધિ સ્વદ્રવ્યમાં ઘૂસી ગઈ છે એવા શુદ્ધદ્રષ્ટિવાળા
પુરુષોને પરમાત્મતત્ત્વ ઉપાદેય છે, એમ કહીને અપૂર્વ વાત સમજાવી છે.
* તારે સુખ જોઈતું હોય તો તારા સહજ આત્મસ્વભાવને જ ઉપાદેય કર, એ