Atmadharma magazine - Ank 332
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 56

background image
: જેઠ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૩ :
સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. પોતાના આત્માને ઉપાદેય કેમ કરવો તેની આ
વાત છે.
* અરે બાપુ! તારા તત્ત્વને કઈ રીતે ઉપાદેય કરવું તેની પણ તને ખબર નથી! તેં
રાગાદિ પરભાવને ઉપાદેય માન્યા, પણ તારા જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્માને
ઉપાદેય કરતાં તને ન આવડયું!
* અતિ આસન્નભવ્ય એવા સમ્યગ્જ્ઞાની મુમુક્ષુ જીવો અંતરદ્રષ્ટિ વડે પોતાના
પરમાત્મતત્ત્વને જ ઉપાદેય કરે છે. તે પરમાત્મતત્ત્વ કેવું છે? – કે જયવંત છે. સર્વે
તત્ત્વોમાં તે જ એક ઉત્કૃષ્ટ સારભૂત તત્ત્વ છે. સમસ્ત પરભાવોથી તે દૂર છે, ને
સુખસાગરનું પૂર છે. મિથ્યાત્વાદિ પાપોને છેદવા માટે તે કુહાડા સમાન છે, અને
શુદ્ધજ્ઞાનનો તે અવતાર છે. આવું સારભૂત પરમાત્મતત્ત્વ પોતામાં જયવંત વર્તે છે.
* શુદ્ધ આત્માને જેણે પોતામાં જયવંત સ્વીકાર્યો તેણે પરભાવનો પોતામાં અભાવ
કર્યો છે, તેનો તો નાશ કર્યો. નિર્મળ પર્યાય થઈ પણ તે ક્ષણિક પર્યાયના ભેદ
ઉપર એનું લક્ષ નથી. તે પર્યાયને અંતરમાં વાળીને શુદ્ધ સમયસાર ઉપર જ મીટ
માંડી છે. આવો શુદ્ધઆત્મા તે જ જગતમાં સર્વોત્કૃષ્ટ છે, તે જ આપણું ધ્યેય છે,
તે જ સારભૂત છે, તે જ આનંદનો દાતાર છે, સંસારના સર્વ કલેશથી તે પાર છે.
* અહો, આવું તારું તત્ત્વ, તારામાં જ હાજર છે, તેને તું લક્ષમાં તો લે. આવા
નિર્ણયમાં જ્ઞાનને રોકવા જેવું છે. બહારની વિદ્યામાં તો કાંઈ સાર નથી, તે તો
અસાર છે; સારરૂપ તો શુદ્ધઆત્મા છે.
* તારું સહજ ચૈતન્યતત્ત્વ છે તે સુખનું જ બનેલું છે, તે રાગનું બનેલું નથી, તેમાં
પ્રીતિ કે અપ્રીતિ એટલે રાગ કે દ્વેષ નથી, એ તો સહજ આનંદનું જ ધામ છે.
રાગ તો બહિર્મુખ છે, ને ચૈતન્યતત્ત્વ તો સર્વથા અંતર્મુખ છે. આવા પોતાના
તત્ત્વને અનુભવગોચર કરવું તે ડાહ્યા પુરુષોનું કર્તવ્ય છે. તેઓ જ ખરેખર ડાહ્યા
અને વિચારવંત છે કે જેઓ અંતરમાં પોતાના સહજ તત્ત્વની રુચિ કરીને તેને
અનુભવગોચર કરે છે.
જેણે સુખનું જ બનેલું એવું પોતાનું શાશ્વતપદ દેખ્યું તે સંસારના
દુષ્કૃતરૂપ સુખને કેમ વાંછે? આકાશ જેવો અકૃત આત્મા તે સુખામૃતનો સમુદ્ર
છે, તેની રુચિ કરતાં જ સંસારના સુખોની વાંછા છૂટી જાય છે. ચૈતન્યની સુખની
સન્મુખ થતાં