: ૧૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
સંસારનાં સુખો પણ એકાંત દુઃખ જ લાગે છે.
* અહો, અંતર્મુખ થઈને જેઓ આ પરમ તત્ત્વની ભાવનારૂપે પરિણમે છે. તે ભવ્ય
જીવો ભવદુઃખથી છૂટીને મોક્ષસુખને પામે છે. આવું તત્ત્વ દરેક જીવમાં સત્ છે;
તેની ભાવના કરતાં ભવનો નાશ થાય છે. રાગ વડે તેની ભાવના નાશ થાય છે.
રાગ વડે તેની ભાવના ન થાય, તેમાં અંતર્મુખ પરિણતિ વડે જ તેની ભાવના
થાય છે; આ ભાવના રાગ વગરની છે, ને મોક્ષનું કારણ છે.
* સિદ્ધ લોકમાં જેવા સિદ્ધભગવંતો નિજ ગુણ સહિત બિરાજે છે, તેવા જ નિજ
ગુણ સહિત તારું તત્ત્વ પણ તારામાં જ બિરાજી રહ્યું છે. આવા તત્ત્વની ભાવના
રૂપે પરિણમેલા જીવો વંદનીય છે.
* ધર્મીનું ધ્યેય પોતામાં જ છે, બહારમાં નથી. ધર્મી જાણે છે કે સર્વે વિભાવ ગુણ–
પર્યાયોથી રહિત શુદ્ધ અંતઃતત્ત્વ રૂપ મારું સ્વદ્રવ્ય જ મારે ઉપાદેય છે
* –આવા ઉપાદેય તત્ત્વને નકકી કરીને તેની સન્મુખ ઢળ્યો ત્યાં સમસ્ત વિભાવ
ભાવોનું લક્ષ છૂટી ગયું એટલે તે હેય થઈ જ ગયા. આને હેય કરું એવા વિકલ્પ
વડે કાંઈ પરભાવ છૂટતા નથી. શુદ્ધ સ્વદ્રવ્યનું ગ્રહણ થતાં પરભાવો છૂટી જાય છે.
બાપુ! બીજા ભાવો તો તેં અનંતવાર કર્યો છે, હવે આ તારા પોતાના
શુદ્ધતત્ત્વની ભાવના કર તો તેમાંથી પરમ આનંદના ફુવારા છૂટશે. અહો, આવું
મારું તત્ત્વ! – એમ અંતરમાં વિચાર અને નિર્ણય કરીને તેનો અનુભવ કરતાં
સ્વ સંવેદન – મહિમા
અહા, આત્માના સ્વસંવેદનનો અપાર મહિમા છે. બધા
ગુણોનો રસ સ્વસંવેદનમાં સમાય છે. સ્વસંવેદનવડે મોક્ષનાં દ્વાર
ખુલ્લી જાય છે. આ સ્વસંવેદનમાં બીજા કોઈનું અવલંબન નથી;
એ રાગ વગરનું છે ને ઈન્દ્રિયાતીત મહા આનંદથી ભરેલું છે.