: ૧૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
રાજાના ગુણની આવી પ્રશંસા સાંભળીને વાસવ નામના એક દેવને તે નજરે
જોવાનું મન થયું...... અને તે સ્વર્ગમાંથી ઊતરીને મનુષ્યલોકમાં આવ્યો.
* * *
ઉદાયનરાજા એક મુનિરાજને દેખીને ભક્તિપૂર્વક આહારદાન માટે પડગાહી રહ્યા
છે: પધારો.....પધારો....પધારો...રાણીસહિત ઉદાયન રાજા નવધાભક્તિપૂર્વક મુનિરાજને
આહારદાન દેવા લાગ્યા.
અરે, પણ આ શું! ઘણા માણસો ત્યાંથી દૂર ભાગવા લાગ્યા; ઘણા માણસો મુખ
આગળ કપડું ઢાંકવા લાગ્યા. કેમકેમ એ મુનિના કાળા – કુબડા શરીરમાં ભયંકર કોઢનો
રોગ હતો ને તેમાંથી અસહ્ય દુર્ગંધ છૂટતી હતી; હાથપગના આંગળાંમાંથી પરુ વહેતું હતું.
પરંતુ રાજાને તો એનું કાંઈ લક્ષ નથી; તે તો પ્રસન્ન થઈને પરમ ભક્તિથી
એકચિત્તે આહારદાન દઈ રહ્યા છે, ને પોતાને ધન્ય માને છે કે, અહા! રત્નત્રયધારી
મુનિરાજ મારા આંગણે પધાર્યા! એમની સેવાથી મારું જીવન સફળ છે.
એવામાં મુનિના પેટમાં એકાએક ઉછાળો આવ્યો, ને એકદમ ઊલટી થઈ; તે
ગંદી ઊલટી રાજા – રાણીના શરીર ઉપર પડી. એકદમ ગંધાતી ઉલટી પોતાના ઉપર
પડવા છતાં રાજા – રાણીને જરાપણ ગ્લાનિ ન થઈ, કે મુનિરાજ પ્રત્યે જરાપણ
અણગમો ન આવ્યો. પણ અત્યંત સાવધાનીથી તેઓ મુનિરાજનું દુર્ગંધી શરીર સાફ
કરવા લાગ્યા, અને એમ વિચારવા લાગ્યા કે અરેરે! અમારા આહારદાનમાં કાંઈક ભૂલ
થઈ ગઈ લાગે છે કે જેને કારણે મુનિરાજને આટલું બધું કષ્ટ પડ્યું.... મુનિરાજની પૂરી
સેવા અમારાથી ન થઈ શકી....
હજી તો રાજા આ વિચારે છે, ત્યાં તો તે મુનિ એકાએક અલોપ થઈ ગયા, ને
તેમના સ્થાને એક દેવ દેખાયો; અત્યંત પ્રશંસાપૂર્વક તેણે કહ્યું: ‘હે રાજન! ધન્ય છે
તમારા સમ્યકત્વને, અને ધન્ય છે તમારી નિર્વિચિકિત્સાને! ઈન્દ્રમહારાજે તમારા ગુણની
જેવી પ્રશંસા કરી હતી એવા જ ગુણ મેં નજરે જોયા. રાજન્! મુનિના વેશે હું જ તમારી
પરીક્ષા કરવા આવ્યો હતો. ધન્ય છે આપના ગુણોને...’ એમ કહીને દેવે તેને નમસ્કાર કર્યાં.
ખરેખર કોઈ મુનિરાજને કષ્ટ નથી થયું – એમ જાણીને રાજાનું ચિત્ત પ્રસન્ન થયું