: જેઠ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૭ :
અને તેણે કહ્યું: હે દેવ! આ મનુષ્ય શરીર તો સ્વભાવથી જ મલિન છે, ને રોગાદિનું
ઘર છે; તે અચેતન શરીર મેલું હોય તેથી આત્માને શું? ધર્મીનો આત્મા તો
સમ્યક્ત્વાદિ પવિત્ર ગુણોથી જ શોભે છે. શરીરની મલિનતા દેખીને ધર્માત્માના ગુણ
પ્રત્યે જે અણગમો કરે છે તેને આત્માની દ્રષ્ટિ નથી પણ દેહની જ દ્રષ્ટિ છે. અરે,
ચામડાના શરીરથી ઢંકાયેલા આત્મા અંદર સમ્યગ્દ્રર્શનના પ્રભાવથી શોભી રહ્યો છે,
તે પ્રશંસનીય છે.
ઉદાયન રાજાની આવી સરસ વાત સાંભળીને તે દેવ ઘણો પ્રસન્ન થયો, અને
તેમને અનેક વિદ્યાઓ આપી, વસ્ત્રાભૂષણ આપ્યાં; – પણ ઉદાયન રાજાને ક્યાં તેની
વાંછા હતી? તેઓ તો બધો પરિગ્રહ છોડીને વર્દ્ધમાન ભગવાનના સમવસરણમાં ગયા,
અને દીક્ષા લઈ મુનિ થઈ કેવળજ્ઞાન પ્રગટાવી મોક્ષ પામ્યા. સમ્યગ્નર્શનના પ્રતાપે તેઓ
સિદ્ધ થયા, તેમને નમસ્કાર હો.
[આ નાની કથા આપણને એવો મોટો બોધ આપે છે કે – ધર્માત્માના
શરીરાદિને અશુચી દેખીને પણ તેના ધર્મ–પ્રત્યે ગ્લાનિ ન કરો, તેના
સમ્યક્ત્વાદિ પવિત્ર ગુણોનું બહુમાન કરો.]
અષ્ટપ્રાભૃતની પૂર્ણતા પ્રસંગે
અમારો આત્મા જ્ઞાન–દ્રર્શન– ચેતનાસ્વરૂપ છે; આવો
સ્વભાવ તે અમારું શીલ છે. અંતરના આવા સ્વભાવની ભાવનાથી
શીલરૂપ થઈને જેઓ મોક્ષ પામ્યા તેમને નમસ્કાર હો.
પંચપરમેષ્ઠી ભગવંતો શીલસ્વરૂપ છે; બ્રહ્મરૂપ આત્માનો
ચેતન સ્વભાવ, તેની આરાધનારૂપ શીલ છે, તે મોક્ષનું કારણ છે.
આત્મા તરફ વળેલું જ્ઞાન તે પરવિષયોથી વિરક્ત છે, તેથી તે
બ્રહ્મરૂપ છે – શીલરૂપ છે. આવા શીલસ્વરૂપ પંચપરમેષ્ઠી ભગવંતો
ઉત્તમ અને મંગલરૂપ છે. તેમનું હું શરણ લઉં છું – જેથી જન્મ–
મરણનો અંત થઈને મને જિનપદની પ્રાપ્તિ થાય.