: ૧૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
આપના પ્રશ્નોના જવાબ
વૈશાખ સુદ બીજ નિમિત્તે રજુ કરેલી આ પ્રશ્નોત્તરી
યોજનામાં સર્વે જિજ્ઞાસુઓએ ઉત્સાહ બતાવ્યો છે. રાજકોટ
વગેરેમાં અનેક જિજ્ઞાસુઓએ આ વિભાગ ચાલુ રહે એવી ઈચ્છા
બતાવી છે. તે હમણાં દીવાળી સુધી આ વિભાગ ચાલુ રહેશે.
ગતાંકમાં ૬૦ પ્રશ્નોના જવાબ આવેલા હતા. આ અંકે બીજા પ્રશ્નો
તથા તેના જવાબ આપવામાં આવે છે. આપ પણ આપના પ્રશ્નો
મોકલી શકો છો. (સં૦)
૬૧ પ્રશ્ન :– રત્નત્રયને કેમ શોધવા? (પોરબંદર)
ઉત્તર :– ચૈતન્ય દરિયામાં ડુબકી મારીને.
૬૨ પ્રશ્ન :– ત્રણ જાતની ક્રિયા કઈ?
ઉત્તર :– ચેતનારૂપ ક્રિયા; રાગાદિ વિકારરૂપ ક્રિયા; અને ત્રીજી જડની ક્રિયા.
૬૩ પ્રશ્ન :– જ્ઞાનીની ક્રિયા કઈ?
ઉત્તર :– જડથી જુદી ને રાગથી રિહત એવી ચૈતન્યક્રિયા તે જ્ઞાનીની ક્રિયા છે, તે
ધર્મની ક્રિયા છે, તે મોક્ષની ક્રિયા છે.
૬૪ પ્રશ્ન :– શાસ્ત્રમાં જ્ઞાન નથી, અને છતાં શાસ્ત્રો આત્મા સમજાવે છે–એ કઈ રીતે?
ઉત્તર :– શબ્દરચનાના સમૂહરૂપ જે શાસ્ત્ર છે તે પુદ્ગલની બનેલી છે, તેથી
તેનામાં જ્ઞાન નથી; પણ જ્ઞાનીને પોતાનો જે અંતરનો ભાવ હતો તે તેમણે
વાણી દ્વારા વ્યક્ત કર્યો છે, અને તે વાણીનું વાચ્ય જો સમજીએ તો આપણને
આત્મા જરૂર સમજાય છે.
૬પ પ્રશ્ન :– પર્યુષણમાં આપણે રથયાત્રા કેમ કાઢીએ છીએ? (રંજનબેન એમ. જૈન
વઢવાણ)
ઉત્તર :– માત્ર પર્યુષણમાં નહિ પણ ધાર્મિક ઉલ્લાસના કોઈપણ પ્રસંગે રથયાત્રા