Atmadharma magazine - Ank 332
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 56

background image
: જેઠ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૯ :
કાઢીએ છીએ, તે દ્વારા આપણે આપણા ભગવાનનું બહુમાન કરીએ છીએ,
ધર્મનો હર્ષોલ્લાસ પ્રગટ કરીએ છીએ, અને બીજા જીવોમાં પણ તે દેખીને ધર્મનો
મહિમા પ્રસિદ્ધ થાય છે તથા પ્રભાવના થાય છે. વળી રથયાત્રામાં ચાલતી વખતે
જાણે કે ભગવાનના સમવસરણની સાથે આપણે વિહાર કરતા હોઈએ – એવા
ભાવ જાગે છે. આપણો જે ઉત્સવ હોય તે રથયાત્રા દ્વારા સમાજમાં પ્રસિદ્ધ થાય
છે. રથયાત્રા નિમિત્તે સાધર્મીઓનું પરસ્પર મિલન થાય છે.
૬૬ પ્રશ્ન :– ચૌદ ગુણસ્થાનક શું છે?
ઉત્તર :– મોહ અને યોગના નિમિત્તે આત્માના શ્રદ્ધા – ચારિત્ર વગેરે ગુણોની
અવસ્થાનાં જે સ્થાનો છે તેને ગુણસ્થાન કહેવાય છે. આમ તો તેના અસંખ્ય
પ્રકાર છે, પણ સિદ્ધાંતમાં ૧૪ પ્રકાર પાડીને તેનું સ્વરૂપ સમજાવ્યું છે. આ
સંબંધી વિશેષ વિવેચન કોઈવાર આપીશું.
૬૭ પ્રશ્ન :– મોક્ષસુખ માટે શું કરવું જોઈએ?
ઉત્તર :– મોક્ષસુખનો ભંડાર જેમાં ભરેલો છે એવા પોતાના આત્માને જાણીને
તેમાં લીનતા કરતાં મોક્ષસુખ થાય છે. (જે સુખ પોતામાં છે – તે અનુભવાય
છે; સુખ બીજેથી આવતું નથી. માટે પહેલાંં નક્ક્ી કરવું કે ‘હું સુખી છું’ આત્મા
જેમ જ્ઞાનસ્વરૂપ છે, તેમ સુખસ્વરૂપ પણ છે.)
૬૮ પ્રશ્ન :– શુદ્ધ જ્ઞાનસ્વભાવી આત્મા પોતે વિકારનું કારણ છે?
ઉત્તર :– ના.
૬૯ પ્રશ્ન :– આત્માથી ભિન્ન એવું પરદ્રવ્ય આત્માને વિકારનું કારણ છે?
ઉત્તર :– ના.
૭૦ પ્રશ્ન :– નથી તો આત્મા વિકારનું કારણ, નથી પરદ્રવ્ય વિકારનું કારણ, તો
રાગાદિ વિકારનું કારણ છે કોણ?
ઉત્તર :– જ્ઞાનસ્વભાવી આત્મા પોતાના સ્વભાવનો સંગ છોડીને, બાહ્ય–વલણ
વડે પરદ્રવ્યનો સંગ કરે છે, આ પરસંગનો જે વિકારી ભાવ છે જ વિકારનું
કારણ છે. જીવ જો પરસંગ ન કરે ને પોતાના જ્ઞાનસ્વભાવમાં જ સ્થિર રહે તો
તેને રાગાદિ વિકાર થતો નથી. માટે સ્વ–પરના ભેદજ્ઞાન વડે રાગ સ્વભાવ
સાધી લેવો, તેમાં શુદ્ધચેતના પ્રગટે છે, તથા વચનાતીત સુખશાંતિ અનુભવાય
છે. આવા