Atmadharma magazine - Ank 332
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 56

background image
: ૨૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
સાંજ બંને (સૌરાષ્ટ્ર કરતાં) અડધો કલાક વહેલા થાય, એટલે સવાપાંચ વાગતાં સાંજનું
ભોજન ગુરુદેવે વિમાનમાં જ કરી લીધું... આકાશમાં આહારદાનનો પ્રસંગ દેખી ભક્તો
ખુશી થયા... એવામાં તે જયપુર આવી ગયું... સાડાપાંચ વાગે વિમાન જયપુર મથકે
ઉતર્યું..... શેઠશ્રી પૂરણચંદજી ગોદિકાની અધ્યક્ષતામાં જયપુરના મુમુક્ષુઓએ ઉમંગથી
સ્વાગત કર્યું... ને ગુરુદેવ સાથેની આ વિમાન યાત્રા પૂરી થઈ... (લગભગ આપ આ
વાંચતા હશો ત્યારે તા. પ જુને, ગુરુદેવ યાત્રિકો સહિત ફરીને જયપુરથી અમદાવાદની
ગગનયાત્રા કરી રહ્યા હશે... સંતત્રિપુટી સાથે ગગનયાત્રાનો જય હો!)
* * *
જૈનધામ જયપુર નગરીમાં–
જયપુર નગરીમાં બીજે દિવસે વૈશાખ વદ છઠ્ઠને રવિવારે શહેરના બડા
મંદિરજીમાં દર્શન કર્યાં બાદ, ગુરુદેવનું ભવ્ય સ્વાગત થયું. જયપુરના તેમ જ
બહારગામથી આવેલા હજારો મુમુક્ષુઓએ ભાવભીનું સ્વાગત કર્યું. એક તો જયપુર
નગરી પોતે જ સુશોભિત છે, તેમાં વળી અનેક ઠાઠ – માઠ સહિત ઉલ્લાસપૂર્ણ ભાવથી
સ્વાગત થયું, તે વખતે જયપુર ખરેખર જૈનપુરી જ બન્યું હતું... ગુજરાતી લોકોનો સફેદ
પોષાક અને રાજસ્થાની લોકોનો પચરંગી પોષાક ભેળસેળ થઈને સાધર્મી મિલનનું
સુંદર વાતાવરણ સર્જાતું હતું, ને એમ બતાવતું હતું કે ધાર્મિક ભાવનામાં દેશ વેષના
કોઈ ભેદ નડતા નથી............ સાધર્મી મિલનનું સુંદર દ્રશ્ય જોઈને આનંદ થતો હતો.
નગરીના મુખ્ય રસ્તાઓ પર ફરતું ફરતું. પચાસ જેટલા દ્વારો (અકલંક દ્વાર,
કુંદકુંદ દ્વાર, ટોડરમલ દ્વાર, જયચંદ દ્વાર, વગેરે) વચ્ચેથી પસાર થઈને જૈન વિદ્વાનો ને
સંતોનો મહિમા ફેલાવતું સ્વાગત રામલીલા મેદાનમાં પહોંચ્યું ને ત્યાં ગુરુદેવે માંગલિક
સંભળાવીને ચૈતન્યતત્ત્વનો પરમ મહિમા પ્રસિદ્ધ કર્યો.
જયપુરમાં શેઠશ્રી પૂરણચંદજી ગોદિકાના ભવનમાં ગુરુદેવ વિરાજમાન છે.... ને
સવાર બપોર પં. ટોડરમલ – સ્મારક ભવનના વિશાળ સુસજ્જ હોલમાં પ્રવચન દ્વારા
અધ્યાત્મરસ વરસાવી રહ્યા છે. જયપુરની અને ગામેગામની મુમુક્ષુ જનતા આનંદથી
લાભ લઈ રહી છે. પ્રવચન પછી ઠેરઠેર વીતરાગ વિજ્ઞાનના શિક્ષણ વર્ગો ચાલી રહ્યા છે.
જયપુરમાં જુદા જુદા વીસ જેટલા શિક્ષણ વર્ગો ચાલી રહ્યા છે ને નાના–મોટા હજારો
જિજ્ઞાસુઓ વીતરાગી વિદ્યાનો લાભ લઈ રહ્યા છે. વીતરાગ વિજ્ઞાનના પ્રચારનો મોટો
ઉત્સવ ચાલી