: જેઠ : ૨૪૯૭ આત્મધર્મ : ૨૩ :
હવે ગુજરાતની સરહદ પસાર કરીને રાજસ્થાનમાં પ્રવેશી રહ્યા છીએ.... ને
લગભગ આબુ પરથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે, પૂ. બંને માતાઓએ આનંદ પ્રમોદ
પૂર્વક જ્ઞાનગગનમાં વિહરનારા ગુરુદેવના જયજયકાર કરીને ભક્તિ ગગડાવવી શરૂ
કરી–
* જય બોલો જય બોલો શ્રી વીરપ્રભુકી જય બોલો.....
જય બોલો જય બોલો ગગનવિહારી ગુરુકી જય બોલો.....
* હિલમિલકર સબ ભક્તો ચાલો.... જિનેંદ્રોકે ધામમેં.....
ગગનવિહારી યાત્રા થાયે.... કહાનગુરુકી સાથમેં.....
ગુરુદેવકી સાથે ચાલો.... જૈનપુરીકે ધામમેં.....
જૈનપુરીકે ધામમેં.... જિનેન્દ્રોં કે ધામમેં.....
ટોડરમલકે ગામમેં.... શ્રી ગુરુવરકી સાથમેં.....
* તુજ પાદ પંકજ જ્યાં થયા તે દેશને પણ ધન્ય છે;
તારા ક્્યાં દર્શન અહા! તે લોક પણ કૃતપુણ્ય છે.
* સાગર ઊછળ્યો ને જાણે લહેરીઓ ચડી,
મારા ગુરુજીની વાણી એવા ગગને અડી.....
––એમ અનેકવિધ ભક્તિ કરતાં કરતાં જયપુર તરફ જઈ રહ્યા છીએ. વૈશાખ
માસની ધોમધખતી ગરમીના ચાર વાગ્યા છે, પણ અમને સૌને તો ઠંડક જ અનુભવાય
છે.... ગુરુચરણની શીતલ છાયામાં તો ચૈતન્યની ઠંડક જ હોય ને? – જ્યાં જગતના
કોઈ આતાપ ન પહોંચી શકે ત્યાં સૂર્યનો આતાપ ક્્યાંથી પહોંચે?
હજી તો ભક્તિની ધૂન જામી રહી છે ત્યાં તો વિમાન નીચે ઊતરવા લાગ્યું....
કેમકે વચ્ચે ઉદેપુર આવ્યું.... ઉદેપુરના વિમાન મથકે સેંકડો મુમુક્ષુ ભક્તજનોએ
ગુરુદેવના દર્શન કરીને, ગુરુદેવ સહિત યાત્રિકોનું સ્વાગત કર્યું.... ગુરુદેવે આનંદપૂર્વક
ચૈતન્યતત્ત્વનો અદ્ભુત મહિમા સંભળાવ્યો... અહા, ગુરુદેવે તો આકાશમાંથી ઊતરીને
અમને આત્મસ્વભાવ સંભળાવ્યો! – એમ ઉદેપુરના મુમુક્ષુજનો ખૂબ પ્રસન્ન થયા.
ઉદેપુર લગભગ અડધી કલાક રોકાઈને સાડાચાર વાગે ફરી ગગનવિહાર શરૂ
થયો..... ભક્તિ પણ ચાલુ થઈ... એમ સંતો સાથે આનંદ કરતાં કરતાં, ઉત્તમ ભાવના
ભાવતાં ભાવતાં જૈનપુરી – જયપુર તરફ જઈ રહ્યા છીએ... જયપુર તરફ સવાર અને