ફોન નં. : ૩૪ આત્મધર્મ Regd. No. G. 182
ચૈતન્યની ચાર્ના ચમકારા
[પ્રવાસ દરમિયાન તત્ત્વચર્ચાઓમાંથી]
* ચૈતન્યસ્વભાવ તરફના વેગવડે આત્મા અનુભવાય છે; વિકલ્પના વેગમાં
આત્મા અનુભવાતો નથી.
* ‘આનંદ તે હું.... દુઃખ હું નહીં’ – આવા વેદન વડે ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન
થાય છે.
* ધ્રુવ પણ એક અંશ છે, તે આખો આત્મા નથી.
* નિર્વિકલ્પ શુદ્ધ આત્માનો અનુભવ. તે નિર્વિકલ્પ શુદ્ધપ્રમાણ છે, તેમાં દ્રવ્ય અને
પર્યાય આવી જાય છે, પણ તેનો ભેદ રહેતો નથી.
* અરે, આ જન્મ – મરણની ખીણ, તેનાથી બહાર નીકળવાના ટાણે ઊંઘ તો કેમ
આવે? આત્માને સાધવા જે મુમુક્ષુ જાગ્યો તેને ઊંઘવું પાલવે નહીં.
* નિર્વિકલ્પ અનુભવ વખતનું જે સ્વસંવેદન જ્ઞાન છે તે સ્વયં પ્રમાણ છે, અને તે
શુદ્ધનય છે. અનુભૂતિ કહો કે શુદ્ધનય કહો.
* – આનંદને જાણતાં જ્ઞાન આનંદરૂપ થાય છે; પણ રાગને જાણતાં જ્ઞાન રાગરૂપ
થતું નથી, અને જડને જાણાં જ્ઞાન જડરૂપ થતું નથી.
* સાચી બુદ્ધિ તેને કહેવાય કે જે રાગથી પાર શુદ્ધાત્માનો બોધ કરે.
* ‘વિભાવ હોવા છતાં સ્વભાવને કઈ રીતે જોવો?’ – તો કહે છે કે સ્વભાવ
વિદ્યમાન હોવા છતાં વિભાવને શા માટે જોવો? વિભાવ હોવા છતાં, દ્રષ્ટિને
વિભાવથી પાર કરીને શુદ્ધસ્વભાવને દેખવો, તેને દેખતાં વિભાવ વિલય પામે
છે. વિભાવ વગરનો જે સ્વભાવ છે તેને દેખતાં વિભાવની ચિંતા રહેતી નથી.
* શુદ્ધાત્માનો વિકલ્પ કર્યો તેથી નિર્વિકલ્પ–અનુભવ થશે – એમ નથી. વિકલ્પને
ઓળંગીને જ્ઞાનના બળે જ નિર્વિકલ્પ અનુભવ થશે.
પ્રકાશક: (સૌરાષ્ટ્ર)
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય: સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત: ૨૮૦૦