અનુભવ તે નિર્ણયનું ફળ છે, વિકલ્પનું નહીં.
[સાધકને માર્ગદર્શક એક સુંદર ચર્ચા]
• એક મુમુક્ષુએ પૂછ્યું – અમે શુદ્ધાત્માને
વિકલ્પમાં તો લઈએ છીએ પણ તેનું ફળ કેમ
નથી આવતું?
• ઉત્તરમાં ગુરુદેવે કહ્યું: ભાઈ! કોણ કહે છે
વિકલ્પનું ફળ નથી આવતું? વિકલ્પનું ફળ પુણ્ય
છે અને તે ફળ તો આવે જ છે; પણ વિકલ્પના
ફળમાં નિર્વિકલ્પ અનુભવ માંગે તો તે ક્યાંથી
આવે? એને તો ઊલ્ટું વિકલ્પમાં જ અટકી
રહેવાનું થાય.
વળી બીજી મૂળ વાત એ છે કે શુદ્ધઆત્મા
ખરેખર વિકલ્પમાં આવતો જ નથી, શુદ્ધઆત્મા તો
સ્વસન્મુખ જ્ઞાનમાં જ આવે છે. વિકલ્પનું અને જ્ઞાનનું
કાર્ય એક નથી પણ જુદું છે. અનુભવ તે તો જ્ઞાનના
નિર્ણયનું ફળ છે, વિકલ્પનું નહીં. જ્ઞાનને સ્વસન્મુખ
કરીને જે નિર્ણય કર્યો તેનું ફળ નિર્વિકલ્પ અનુભવ છે.
પ્રશ્ન :– આત્માની ધારણા કર્યાં પછી અનુભવ માટે
ક્્યાં સુધી રાહ જોવી?
ઉત્તર :– જરાય રાહ ન જોવી, ક્ષણમાત્રમાં અનુભવ કરી
લેવો! પણ એવો ઉગ્ર પ્રયત્ન અંદર જોઈ
એને! આત્માની સાચી ધારણાનું બળ તો
અલ્પકાળમાં અનુભવ કરાવે જ. બાકી એકલા
પરસન્મુખ વિકલ્પથી (શાસ્ત્રથી કે શ્રવણથી)
જે ધારણા થાય તે ખરી ધારણા નથી.