: ૪૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
* મુંબઈ મુકામે તા. ૧૪–૪–૭૧ ના રોજ બોટાદવાળા બહેન સવિતાબેન (તે શ્રી
મહેન્દ્રભાઈ ભલાણીના માતુશ્રી) સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ સ્કુલમાં શિક્ષિકાબેન
તરીકે કાર્ય કરતા હતા; તેમાંથી નિવૃત્ત થઈને હવેનું શેષ જીવન સોનગઢમાં પૂ.
ગુરુદેવ અને પૂ. બેનશ્રી બેનની છત્રછાયામાં રહેવાની તેમની ભાવના હતી, અને
તે માટે તેમણે સ્કુલમાં રાજીનામું પણ આપી દીધું હતું; પરંતુ તેઓ સોનગઢ
આવીને રહે ત્યાર પહેલાંં એકાએક બિમારી આવતાં તે પહેલાંં તેઓ સ્વર્ગવાસ
પામી ગયા. બે માસની માંદગી દરમિયાન પણ તેઓ ટેપ રેકોર્ડિંગ મશીનદ્વારા
ગુરુદેવના પ્રવચનો સાંભળતા અને ધાર્મિક વાંચન તથા તત્ત્વચર્ચા કરતા. ગત
સાલ કાનાતળાવ ગામે જિનેન્દ્ર પ્રતિષ્ઠાના ઉત્સવમાં તેમણે ઉલ્લાસથી ભાગ લીધો
હતો તેઓ ભદ્રિક સંસ્કારી હતા અને ખાસ કરીને સચિત્ર બાલ સાહિત્ય દ્વારા
બાળકોમાં ઉત્તમ સંસ્કાર રેડવાની તેમને ખૂબ જ ભાવના હતી; તેમજ પોતાની
બચત–મુડી પણ બાળકોના સાહિત્ય માટે વપરાય એવી તેમને ઉત્કંઠા હતી. તે
અનુસાર તેમની સ્મૃતિમાં બાલ સભ્યોને એક પુસ્તક ભેટ આપવાનું નકકી
કરવામાં આવ્યું છે. જીવનમાં ‘સંત–છાયા’ માં વસવાની તેમને ભાવના પૂરી થાય
અને સંતોની પાસેથી મેળવેલા તેમના સંસ્કારો ખીલીને તેઓ સમ્યક્ત્વરૂપે
પરિણમે એવી ભાવના છે.
* શ્રી વેલજીભાઈ શાહ (નાઈરોબી) ના માતુશ્રી વીરાંબાઈ મગનલાલ મેપા શાહ
ડબાસંગ (જામનગર) મુકામે તા. ૨૬–૩–૭૧ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
વીતરાગી દેવ – ગુરુના શરણે તેઓ આત્મહિત પામો.
* સાયલા (મારવાડ) ના ભાઈના શ્રી પુનમચંદ બેજાજી મોદી ગત વૈશાખ વદ
છઠ્ઠના રોજ સાયલા મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ અવારનવાર સોનગઢ
આવતા હતા, તે અંત સમય પહેલાંં તેમણે પોતાના મકાન – મિલ્કત સાયલા
મુમુક્ષુમંડળને સોંપી દીધી હતી. તેઓ વીતરાગ દેવ ગુરુ–ધર્મના શરણે આત્મહિત
પામો. (સાયલામાં દિગંબર જિનમંદિર છે, અને મુમુક્ષુ મંડળમાં વાંચન ચાલે છે.)