નિર્મોહપરિણતિપૂર્વક નિર્મોહ આત્માનો સ્વીકાર થાય છે.
દોષરહિત પરિણતિ વડે નિર્દોષ સ્વભાવનો સ્વીકાર થાય છે.
નિઃશલ્યપરિણતિ વડે નિઃશલ્ય આત્માનો સ્વીકાર થાય છે.
‘આત્મા જ્ઞાયકભાવ છે’ એમ સ્વીકાર કરનાર પરિણતિ જ્ઞાનરૂપ થઈ છે.
આત્મા નિર્મોહ છે – એમ સ્વીકાર કરનાર પરિણતિ નિર્મોહ થઈ છે.
આત્મા નિર્દોષ છે – એમ સ્વીકાર કરનાર પરિણતિ નિર્દોષ થઈ છે.
આત્મા નિઃશલ્ય છે – એમ સ્વીકાર કરનાર પરિણતિ નિઃશલ્ય થઈ છે.
જ્ઞાનપરિણતિ વગર જ્ઞાયકભાવનો સ્વીકાર થઈ શકે નહિ.
નિર્મોહ પરિણતિ વગર નિર્મોહસ્વભવનો સ્વીકાર થઈ શકે નહિ.
નિર્દોષ પરિણતિ વગર નિર્દોષસ્વભાવનો સ્વીકાર થઈ શકે નહિ.
નિઃશલ્યપરિણતિ વગર નિઃશલ્યસ્વભાવનો સ્વીકાર થઈ શકે નહિ.
વીર સં. ૨૪૯૭ અષાઢ (લવાજમ: ચાર રૂપિયા) વર્ષ ૨૮: અંક ૯