વીસ દિવસ સુધી અધ્યાત્મરસની વર્ષા કરીને
આપે અમારાજીવનમાં ધર્મનું સીંચન કર્યું
જયપુરમાં ગુરુદેવનો ઉપકાર માનતાં શેઠશ્રી પૂરણચંદજી ગોદિકા
ભાવભીના ચિત્તે કહે છે કે–
હે ગુરુદેવ! જયપુર શહેરમાં અમારા આંગણે આપ ૨૦ દિવસ
બિરાજ્યા અને ટોડરમલ – સ્મારક ભવનમાં પ્રવચનો દ્વારા અધ્યાત્મરસની
વર્ષા કરીને રાજસ્થાનમાં અધ્યાત્મનું ક્રાંતિકારી આંદોલન ફેલાવી દીધું. વીસ
દિવસ સુધી નિરંતર આપના સત્સંગથી અમે જાણે સંસારને તો ભૂલી ગયા
હતા ને આત્માની મધુરી ચૈતન્યછાયામાં આવીને વસ્યા હતા. એ
ચૈતન્યછાયાના મધુરા દિવસો જીવનમાં કદી નહિ ભૂલાય, ને સદાય શીતળાનું
સીંચન કરીને સંસારના તીવ્ર આતાપમાંથી રક્ષા કરશે.
હે ગુરુદેવ! અમારા પરિવાર ઉપર, તેમજ જયપુર અને રાજસ્થાનના
મુમુક્ષુસમાજ ઉપર આપે મહાન ઉપકાર કર્યો છે. આત્માનું મહિમાવંત સ્વરૂપ
બતાવીને આપે અમને મોક્ષમાર્ગમાં પ્રેર્યા છે – ને વિદ્વાનોની આ ભૂમિ
(જયપુર) ને ફરીને જયવંત બનાવી છે. આપના પ્રતાપે જયપુરમાં જૈનધર્મનો
જયજયકાર થયો છે, ને મુમુક્ષુઓના અંતરમાં આનંદનાં પૂર આવ્યા છે.
હે ગુરુદેવ! ફરીફરીને આપના સત્સંગ વડે અમારા આત્મામાં આનંદના પૂર
વહે ને તેનો પ્રવાહ કેવળજ્ઞાન–સમુદ્રમાં જઈને ભળે – એવી પ્રાર્થના કરીએ છીએ