Atmadharma magazine - Ank 333
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 44

background image
: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ર૪૯૭
લવાજમ અષાઢ
ચાર રૂપિયા JULY, 1971
વર્ષ : ૨૮ અંક : ૯
જયપુરમાં મેં જોયો–સાધર્મીઓનો સુંદર મેળો
n વીતરાગવિદ્યાના પ્રચારનો મહાન ઉત્સવ n
દેશોદેશના સાધર્મીઓના મિલનનું ઉમંગભર્યું વાતાવરણ

જૈનનગરી જયપુર એટલે ભારતદેશની રમણીયનગરી, રાજસ્થાનની
રાજધાની, જૈનવિદ્વાનોની ખાણ, પચીસ હજાર જેટલા જૈનો અને એનાથી લગભગ
દશગણા જિનભગવંતોથી જે શોભે છે, એવી એ જયપુરનગરીમાં પૂજ્ય શ્રી
કાનજીસ્વામી વીસદિવસ પધાર્યા અને ધર્મપ્રભાવનાનો તથા વીતરાગી વિદ્યાના
પ્રચારનો જે મહાન ઉત્સવ થયો, તેનો પ્રારંભિક સચિત્ર અહેવાલ ગતાંકમાં આપેલ,
તે વાંચીને જિજ્ઞાસુઓ પ્રસન્ન થયા હતા. અને ત્યારપછીના અહેવાલ માટે ઇંતેજાર
હતા. તે અહીં આપવામાં આવે છે.
(–બ્ર. હ. જૈન)
૦૦૦
અમદાવાદથી વિમાનમાં ગુરુદેવ જયપુર પધાર્યાં; વૈશાખ વદ છઠ્ઠે જયપુરમાં
સ્વાગત થયું. ટોડરમલ – સ્મારકભવનમાં પ્રવચનસાર તથા સમયસાર ઉપર પ્રવચનો
શરૂ થયા. શેઠ શ્રી શાંતિપ્રસાદજી શાહુની અધ્યક્ષતામાં સંમેલન થયું, જેમાં ગુરુદેવે