વીતરાગવિદ્યાના પ્રચાર માટે શિક્ષણવર્ગો ચાલ્યા, ને ગામેગામના જિજ્ઞાસુઓએ
ઉત્સાહથી તેમાં ભાગ લીધો. આ પ્રસંગે લાભ લેવા ભારતની ચારે દિશામાંથી જુદા
જુદા ૧પ૨ ગામના બે હજાર જેટલા મુમુક્ષુ ભાઈ – બહેનો જયપુર આવ્યા હતા.
વિદ્વાન સાહિત્યકારો–પંડિતો, શ્રીમંતો – આગેવાનો, તેમજ અધ્યાત્મરસિક હજારો
મુમુક્ષુઓ ઉલ્લાસથી ભાગ લઈને બધા કાર્યક્રમોને શોભાવતા હતા... જૈનધર્મનો
આવો સુંદર પ્રભાવ અને અધ્યાત્મમય વાતાવરણ દેખીને હૃદય પ્રસન્નતા અનુભવતું
હતું..... સાધર્મીઓને દેખી–દેખીને હૃદયમાં આનંદ અને વાત્સલ્ય ઊભરાતા હતા.
ચર્ચા કરતા; સૌ પોતપોતાની રીતે સાધનામાં મસ્ત હતા. કોઈ સામાયિકમાં, તો કોઈ
સ્વાધ્યાયમાં, કોઈ શ્રવણમાં તો કોઈ ચર્ચામાં, કોઈ લેખનમાં તો કોઈ પ્રભુસન્મુખ
ભક્તિપૂજનમાં પ્રવૃત્ત રહેતા. કોઈ નજીકના જિનેન્દ્રધામોનાં દર્શન કરવા જતા, તો
કોઈ દર્શન કર્યાં પછી તેના આનંદકારી વર્ણન દ્વારા બીજાને પણ દર્શન કરવાની
પ્રેરણા જગાડતા હતા. ચારેકોર બસ, ધાર્મિક વાતાવરણ જ દેખાતું હતું... સૌ
જૈનધર્મની સાધનામાં જ રત હતા... ચર્ચા પણ એની જ! બધાયના મનમાં એક જ
ધ્યેય હતું કે આત્માની મુમુક્ષુતા પોષાય; આત્માના સ્વભાવને અનેક પડખેથી
જાણીજાણીને અધ્યાત્મભાવો ખીલે ને આનંદમય સ્વાનુભવ થાય. કોઈ દક્ષિણ
પ્રદેશના, તો કોઈ ઉત્તરના, કોઈ પૂર્વના તો કોઈ પશ્ચિમના, ને કોઈ મધ્યપ્રદેશના,
એમ ચારેકોરથી મુમુક્ષુ – સાધર્મીજનો એકઠા થયા હતા. ભિન્નભિન્ન દેશ, ભિન્ન
ભિન્ન વેશ, ભિન્નભિન્ન ભાષા, છતાં સૌનું ધ્યેય એક જ હતું.
ત્યાર પહેલાંં અડધી કલાક અધ્યાત્મિક ભજનો ચાલે; તથા જિનમંદિરમાં પૂજનની ભારે
ભીડ જામી હોય. પ્રવચન પછી શિક્ષણવર્ગોની જોશદાર પ્રવૃત્તિ ચાલે, બીજા મુમુક્ષુઓ
સ્વાધ્યાય – મનન કરે. ભોજનની વ્યવસ્થા પણ સાદી અને સુંદર હતી. બપોરે પણ