Atmadharma magazine - Ank 333
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 44

background image
: ૧૪ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
થાય છે. વસ્તુ પોતાના જ્ઞાનમાં આવે ત્યારે જ તેનો સાચો સ્વીકાર થાય. જ્ઞાન વગર
અજ્ઞાનમાં સ્વીકાર કોનો? આ રીતે સ્વસન્મુખ થઈને જ શુદ્ધઆત્માનો સ્વીકાર થાય
છે. માટે કહ્યું કે સમસ્ત અન્ય દ્રવ્યોથી ભિન્નપણે ઉપાસવામાં આવતા જ્ઞાયકભાવને
‘શુદ્ધ’ કહેવાય છે. શુદ્ધઆત્માની ઉપાસનામાં અનંત ગુણોની નિર્મળપર્યાય સમાય છે.
પ્રશ્ન:– વસ્ત્ર પહેર્યાં હોય ને આવા આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય?
ઉત્તર: – હા; આવા આત્માનો નિર્વિકલ્પ અનુભવ સવસ્ત્રદશામાં પણ થઈ
શકે છે; અને આવો અનુભવ કરે ત્યારે જ સમ્યગ્દર્શન થાય છે. પછી મુનિદશામાં તો
ઘણો ઉગ્ર નિર્વિકલ્પ અનુભવ વારંવાર થાય છે. ગૃહસ્થને તો કોઈ કોઈ વાર જ
નિર્વિકલ્પ અનુભવ થાય છે. પણ નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે જ ધર્મની શરૂઆત
થાય છે, એના વગર ધર્મ હોતો નથી.
આત્મા ‘જ્ઞાયકભાવ’ છે.
‘જ્ઞાયક’ પરને જાણે છે –એવો જ્ઞેયજ્ઞાયકપણાનો વ્યવહાર છે; તોપણ જ્ઞેયની
ઉપાધિ તેને નથી, જ્ઞેયો છે માટે આને જ્ઞાયકપણું છે. એમ નથી, જ્ઞેયકૃત અશુદ્ધતા
તેને નથી; પરજ્ઞેય તરફ ન જુએ ને પોતે પોતાના સ્વરૂપને જ સ્વસન્મુખપણે પ્રકાશે
ત્યારે પણ જ્ઞાયક તો જ્ઞાયક જ છે. – પરજ્ઞેયની અપેક્ષા જ્ઞાયકને નથી. પરસન્મુખ
થઈને જાણે એવો તેનો સ્વભાવ નથી; માટે જ્ઞાનમાં પરની ઉપાધિ નથી.
અહો, જ્ઞાયકનું જ્ઞાયકપણું રવત: પોતાથી જ છે. પરજ્ઞેયને જાણતી વખતે પણ
તે પોતાથી જ જ્ઞાયક છે; ને પરજ્ઞેયને ન જાણે ત્યારે સ્વજ્ઞેયને પોતાને સ્વયં પ્રકાશતો
થકો તે પોતે ‘જ્ઞાયક’ જ છે. સ્વ–પરપ્રકાશકશક્તિ સ્વયં પોતાથી છે, તેમાં પરજ્ઞેયની
ઉપાધિ કે આલંબન નથી.
આત્મામાં વીતરાગતાને જે રચે તે જ સાચું આત્મવીર્ય છે. બાકી રાગાદિ
વિકારને રચીને સંસારમાં રખડે તેને સાચું આત્મવીર્ય કહેતા નથી. અહીં તો ચારે
ગતિનાં દુઃખથી ડરીને જે મુમુક્ષુ આત્માનું હિત કરવા માંગે છે તેની વાત છે. ચારે ગતિ
દુઃખ છે. ચાર ગતિનો જેને ભય હોય તે તેના કારણરૂપ પુણ્યને કેમ ઈચ્છે છે? જેને
પુણ્યમાં મીઠાશ લાગે છે, પુણ્યનો આદર છે તેને ચારે ગતિનો ભય નથી લાગ્યો, તેને
નરકનો ભય છે પણ સ્વર્ગની તો ઈચ્છા છે. જે પુણ્યને ઈચ્છે છે તે સ્વર્ગની ગતિને
ઈચ્છે છે ને જે સ્વર્ગને ઈચ્છે છે તે સંસારને જ ઈચ્છે છે. આત્માના મોક્ષને જે ઈચ્છે તે