: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૧૫ :
સંસારના કારણરૂપ પુણ્યરાગને કદી ભલો ન માને; તે તો ચૈતન્યસ્વભાવના આશ્રયે
વીતરાગભાવને જ ભલો માને છે. શુભરાગનો કણ પણ ધર્મીને કષાયની અગ્નિ જેવો
લાગે છે. ક્્યાં વીતરાગતાની શાંતિ! ને ક્યાં રાગની આકુળતા! જેમ શીતળ પાણીમાં
પોષાયેલું માછલું, તે અગ્નિમાં તો દાઝે ને ઉની રેતીમાં પણ તે દાઝે તેમ ચૈતન્યના
શુદ્ધોપયોગની જે વીતરાગી શીતળશાંતિ, – તેમાં પોષાયેલા સંતોને અશુભની તો શી
વાત, પણ શુભમાંયે આકુળતાની કષાયઅગ્નિ જેવી બળતરા થાય છે. ધર્મી તેને પણ
છોડીને શુદ્ધોપયોગરૂપ સમભાવને પ્રાપ્ત કરવા માંગે છે, ને તે જ મોક્ષમાર્ગ છે.
કુંદકુંદાચાર્યદવે કષાયકણરૂપ શુભને છોડીને અંતરમાં શુદ્ધોપયોગરૂપ
સામ્યભાવને અંગીકાર કર્યો, એટલે આત્મામાં સાક્ષાત્ મોક્ષમાર્ગ પરિણમાવ્યો. જુઓ
મોક્ષમાર્ગ પ્રગટે ત્યાં જીવને પોતાને તેની ખબર પડે છે. પહેલાંં નિર્વિકલ્પ અનુભૂતિ
સહિત સમ્યગ્દર્શન થાય છે ત્યારે મોક્ષમાર્ગ શરૂ થાય છે. અહીં તો તે સમ્યગ્દર્શન
ઉપરાંત ચારિત્રદશાની, અને તેમાં પણ શુદ્ધોપયોગની વાત છે. શુદ્ધોપયોગ જ સાક્ષાત્
મોક્ષમાર્ગ છે.
(– જયપુર – પ્રવચનો: ચાલુ: વિશેષ માટે જુઓ પાનું ૩૧)
અડોલ સાધક
જગતમાં પ્રતિકૂળતાના ડુંગરા તૂટી પડતા હોય, અજ્ઞાનીઓ
સત્યધર્મનો વિરોધ કરતા હોય, અન્યાય થતો હોય, છતાં જ્ઞાનમાં
વિકલ્પ કરવાનો કે આકુળતા કરવાનો સ્વભાવ નથી; શું સિદ્ધ
ભગવંતો આકુળતા કરે છે? ના; પ્રતિકૂળતાના વાયરામાં એવી
તાકાત નથી કે જ્ઞાનના પહાડને ડગાવી દ્યે, અનાકુળપણે રહેવાનો
જ્ઞાનનો સ્વભાવ છે. આવા બેહદ વીતરાગ શાંતસ્વભાવથી આત્મા
ભરેલો છે. અહા, આત્મસ્વભાવ તો વીતરાગી નિર્મળ કાર્યને જ
કરનારો ને આનંદનો જ દેનારો છે. – આવી આત્મ સાધનાના પંથે
ચડેલા સાધકને જગતની કોઈ પ્રતિકૂળતા ડગાવી શકતી નથી કે
મુંઝવી શકતી નથી. (આત્મવૈભવ)