: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૨૧ :
સમકિતસહિત આચાર હી સંસારમેં ઈક સાર હૈ,
જિનને કિયા આચરણ ઉનકો નમન સોસો વાર હૈ;
ઉનકે ગુણોંકે કથનસે ગુણગ્રહણ કરના ચાહિયે,
અરૂ પાપિયોંકા હાલ સુનકે પાપ તજના ચાહિએ.
(૪) અમૂઢદ્રષ્ટિ–અંગમાં પ્રસિદ્ધ રેવતીરાણીની કથા
(પ્રથમ નિઃશંકઅંગમાં પ્રસિદ્ધ અંજનચોરની કથા, બીજી નિઃકાંક્ષઅંગમાં
પ્રસિદ્ધ સતી અનંતમતિની કથા, તથા ત્રીજી નિર્વિચિકિત્સા – અંગમાં પ્રસિદ્ધ ઉદાયન
રાજાની કથા આપે વાંચી; ચોથી કથા આપ અહીં વાંચશો.)
આ ભરતક્ષેત્રની વચ્ચે વિજયાર્દ્ધ – પર્વત આવેલો છે, તેના પર વિદ્યાધર
મનુષ્યો રહે છે; તે વિદ્યાધરોના રાજા ચંદ્રપ્રભુનું ચિત્ત સંસારથી વિરક્ત હતું;
રાજયકારભાર પોતાના પુત્રને સોંપીને તે તીર્થયાત્રા કરવા નીકળ્યા હતા. તેઓ
કેટલોક વખત દક્ષિણ મથુરામાં રહ્યા; દક્ષિણદેશના પ્રસિદ્ધ તીર્થો, અને રત્નોનાં
જિનબિંબથી શોભતા જિનાલયો દેખીને તેમને આનંદ થયો. મથુરામાં તે વખતે
ગુપ્તાચાર્ય નામના મહાન મુનિરાજ બિરાજતા હતા, તેઓ વિશિષ્ટ જ્ઞાનના ધારક
હતા અને મોક્ષમાર્ગનો ઉત્તમ ઉપદેશ દેતા હતા, ચંદ્રરાજાએ કેટલાક દિવસ સુધી
મુનિરાજનો ઉપદેશ સાંભળ્યો અને ભક્તિપૂર્વક તેમની સેવા કરી.
ત્યાર પછી ઉત્તર મથુરાનગરીની યાત્રાએ જવાનો વિચાર કર્યો –કે જ્યાંથી
જંબુસ્વામી મોક્ષ પામ્યા છે અને જ્યાં અનેક મુનિરાજ બિરાજતા હતા, તેમાં
ભવ્યસેન નામના એક મુનિ પણ પ્રસિદ્ધ હતા. તે વખતે મથુરામાં વરુણરાજા હતા
અને તેમની રાણીનું નામ રેવતીદેવી હતું.
ચંદ્રરાજાએ મથુરા જવાની પોતાની ઈચ્છા ગુપ્તાચાર્ય પાસે રજુ કરી અને
આજ્ઞા માંગી, તથા ત્યાંના સંઘ માટે કાંઈ સંદેશ લઈ જવાનું પૂછયું.