: ૨૦ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
શ્રીમદ્ રાજચંદ્રજીએ સહેલી ભાષામાં જીવના સ્વરૂપનું ઘણું સરસ સ્પષ્ટીકરણ
કર્યું છે. જ્ઞાનીની અંદરની દશાને વિરલા લોકો જ ઓળખે છે. જ્ઞાનીના જે ન્યાયો
આત્માને સ્પર્શીને નીકળતા હોય તે શાસ્ત્રની ધારણા કરતાં જુદી જાતના હોય છે.
હવે ‘સુખભાસ’ શબ્દનો અર્થ કહે છે, તેમાં જીવના સુખસ્વભાવની સિદ્ધિ કરે
છે– (તે આવતા અંકમાં વાંચશોજી.)
ઉત્તમ પુરુષોના શુદ્ધ હૃદયસરોવરમાં કોણ બિરાજે છે?
ઉત્તમ પુરુષોના હૃદયસરોવરમાં કારણઆત્મા બિરાજે છે, શોભે છે.
ઉત્તમ પુરુષ કોણ છે?
જેના અંતરમાં રાગાદિ પરભાવો નથી બિરાજતા, પણ પરમબ્રહ્મ પરમાત્મા
પોતે જેના અંતરમાં બિરાજે છે – એવા ધર્મી જીવો જ ઉત્તમ પુરુષ છે. જેના
અંતરમાં રાગ વિરાજે છે– રાગથી જે આત્માની શોભા માને છે તે જીવ ઉત્તમ
નથી પણ હીન છે.
ઉત્તમ ધર્માત્માઓ કોને ભજે છે?
અંતરમાં બિરાજમાન પોતાના કારણપરમાત્માને જ ભજે છે.
કારણ–પરમાત્મા કોણ છે?
‘તે તું જ છો’ [सत्वम्]
મોક્ષને માટે કોને ભજવું?
અંતરમાં બિરાજમાન પોતાના કારણપરમાત્માને જ શીઘ્ર ભજ.
સિંહ જેવા પુરુષાર્થવાળા હે ભવ્યશાર્દૂલ! અંતરમાં શુદ્ધદ્રષ્ટિવડે જેને તું ભજી
રહ્યો છે તેને જ તું ઊગ્રપણે શીઘ્ર ભજ.
તીક્ષ્ણબુદ્ધિવાળા ઉત્તમપુરુષો એટલે કે અંતર્મુખ બુદ્ધિવાળા શુદ્ધદ્રષ્ટિ જીવો
પોતાના શુદ્ધાત્માને એકને જ ભજતા થકા પરમઆનંદરૂપ મોક્ષને સાધે છે.
આ ઉત્તમ પુરુષોના હૃદયની વાત છે; તે જાણીને તું પણ તેને ભજ.