: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૨૩ :
પ્રસન્નચિત્તથી ભાવપૂર્વક ફરીફરીને એ મુનિરાજને નમસ્કાર કરીને રાજા
વિદાય થયો અને ભવ્યસેન મુનિરાજ પાસે આવ્યો... તેમણે ઘણું શાસ્ત્રજ્ઞાન હતું ને
લોકોમાં તેઓ ખૂબ પ્રસિદ્ધ હતા. રાજા તેમની સાથે કેટલોક વખત રહ્યા, પણ તે
મુનિરાજે ન તો આચાર્યસંઘના કાંઈ કુશલ–સમાચાર પૂછયા કે ન કોઈ ઉત્તમ
ધર્મચર્ચા કરી મુનિને યોગ્ય વ્યવહારઆચાર પણ તેમના સરખા ન હતા; શાસ્ત્રો
ભણવા છતાં શાસ્ત્રાનુસાર તેમનું આચરણ ન હતું. મુનિને ન કરવા યોગ્ય પ્રવૃત્તિ
તેઓ કરતા હતા. આ બધું નજરે દેખીને રાજાને ખ્યાલ આવી ગયો કે તે ભવ્યસેન
મુનિ ગમે તેટલા પ્રસિદ્ધ હોય પણ તે સાચા મુનિ નથી. – તો પછી ગુપ્તઆચાર્ય
તેમને કેમ યાદ કરે? ખરેખર, એ વિચક્ષણ આચાર્યભગવાને યોગ્ય જ કર્યું છે.
આ રીતે સુરતિમુનિરાજ અને ભવ્યસેનમુનિને તો નજરે દેખીને પરીક્ષા કરી;
હવે રેવતી રાણીને આચાર્ય મહારાજે ધર્મવૃદ્ધિના આશીષ કહ્યા છે તેથી તેની પણ
પરીક્ષા કરું – એમ રાજાને વિચાર થયો.
* * *
બીજે દિવસે મથુરા નગરીના ઉદ્યાનમાં એકાએક સાક્ષાત્ બ્રહ્મા પધાર્યા.
નગરજનોના ટોળેટોળાં એનાં દર્શન માટે ઉમટયા... ને ગામ આખામાં ચર્ચા ચાલી કે
અહા! સૃષ્ટિના સરજનહાર બ્રહ્માજી સાક્ષાત્ પધાર્યા છે... તેઓ કહે છે કે હું આ
સૃષ્ટિનો સર્જનહાર છું ને દર્શન દેવા આવ્યો છું.
મૂઢ લોકોનું તો શું કહેવું? મોટા ભાગના લોકો એ બ્રહ્માજીના દર્શન કરી
આવ્યા. પેલા પ્રસિદ્ધ ભવ્યસેન મુનિ પણ કુતૂહલવશ ત્યાં જઈ આવ્યા ન ગયા એક
સુરત – મુનિ, અને ન ગઈ રેવતીરાણી.
જ્યારે રાજાએ સાક્ષાત્ બ્રહ્માની વાત કરી ત્યારે મહારાણી રેવતીએ
નિઃશંકપણે કહ્યું – મહારાજ! એ બ્રહ્મા હોઈ શકે નહીં; કોઈક માયાચારીએ ઈન્દ્રજાળ
ઊભી કરી છે, કેમકે કોઈ બ્રહ્મા આ સૃષ્ટિના સરજનહાર છે જ નહીં. બ્રહ્મા તો
આપણો જ્ઞાનસ્વરૂપ આત્મા છે; અથવા ભરતક્ષેત્રમાં ભગવાન ઋષભદેવે
મોક્ષમાર્ગની રચના કરી તેથી તેઓને બ્રહ્મા કહેવાય છે. – એ સિવાય બીજો કોઈ
બ્રહ્મા નથી – કે જેને હું વંદન કરું.
બીજો દિવસ થયો અને મથુરાનગરીના બીજા દરવાજે નાગશય્યાસહિત
સાક્ષાત્ વિષ્ણુભગવાન પધાર્યા, જેને અનેક શણગાર હતા ને ચાર હાથમાં શસ્ત્રો
હતાં. લોકોમાં