Atmadharma magazine - Ank 333
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 44

background image
: ૨૪ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
તો ફરી પાછી હલચલ મચી ગઈ; લોકો વગરવિચાર્યે દોડ્યા, ને કહેવા લાગ્યા કે
અહા! મથુરાનગરીના મહાભાગ્ય ખીલ્યા છે કે ગઈકાલે સાક્ષાત્ બ્રહ્માએ દર્શન દીધા
ને આજે વિષ્ણુભગવાન પધાર્યા.
રાજાને એમ થયું કે આજે તો જરૂર રાણી આવશે, એટલે તેણે હોંશથી રાણીને
તે વાત કરી. – પણ રેવતી જેનું નામ! વીતરાગદેવના ચરણમાં જ ચોટેલું એનું મન
જરાય ડગ્યું નહીં. શ્રીકૃષ્ણાદિ નવ વિષ્ણુ (એટલે કે વાસુદેવ) થાય છે, અને તે તો
નવ ચોથા કાળમાં થઈ ચુકયા. દશમાં વિષ્ણુનારાયણ કદી થાય નહીં, માટે જરૂર આ
બધું બનાવટી જ છે; કેમકે જિનવાણી કદી મિથ્યા હોય નહીં. આમ જિનવાણીમાં
દ્રઢશ્રદ્ધાપૂર્વક, અમૂઢદ્રષ્ટિઅંગથી તે જરા પણ ચલાયમાન ન થઈ.
ત્રીજા દિવસે વળી નવો ફણગો ફૂટ્યો. બ્રહ્મા અને વિષ્ણુ પછી આજે તો
પાર્વતી દેવીસહિત જટાધારી શંકર મહાદેવ પધાર્યા. ગામના ઘણા લોકો એના દર્શન
કરવા ઉમટયા; કોઈ ભક્તિથી ગયા તો કોઈ કુતૂહલથી ગયા. પણ જેના રોમેરોમમાં
વીતરાગદેવ વસતા હતા એવી રેવતીરાણીનું તો રૂંવાડુંય ન ફરકયું, એને કંઈ આશ્ચર્ય
ન થયું, અને તો લોકોની દયા આવી કે અરેરે! પરમ વીતરાગ સર્વજ્ઞદેવ મોક્ષમાર્ગને
દેખાડનારા ભગવાન, તેમને ભૂલીને મૂઢતાથી લોકો ઈન્દ્રજાળમાં કેવા ફસાઈ રહ્યા
છે! ખરેખર, ભગવાન અરિહંતદેવનો માર્ગ પ્રાપ્ત થવો જીવોને બહુ દુર્લભ છે.
હવે ચોથા દિવસે તો મથુરાના આંગણે તીર્થંકર ભગવાન પધાર્યા.... અદ્ભુત
સમવસરણની રચના, ગંધકૂટી જેવો દેખાવ અને તેમાં ચતુર્મખસહિત તીર્થંકર
ભગવાન! લોકો તો ફરી પાછા દર્શન કરવા દોડયા. રાજાને એમ કે આ વખતે તો
તીર્થંકર ભગવાન પધાર્યા છે એટલે રેવતીદેવી જરૂર આવશે.
પણ રેવતીરાણીએ તો કહ્યું કે અરે મહારાજ! અત્યારે આ પંચમકાળમાં વળી
તીર્થંકર કેવા? ભગવાને આ ભરતક્ષેત્રમાં એક ચોવીસીમાં ચોવીસ જ તીર્થંકર થવાનું
કહ્યું છે, ને તે ઋષભથી માંડીને મહાવીર સુધી ૨૪ તીર્થંકરો થઈને મોક્ષ પધારી ગયા,
આ પચ્ચીસમા તીર્થંકર કેવા? એ તો કોઈ કપટીની માયાજાળ છે. મૂઢલોકો દેવના
સ્વરૂપનો વિચાર પણ કરતા નથી ને એમને એમ દોડયા જાય છે.
બસ, પરીક્ષા થઈ ચુકી... વિદ્યાધર રાજાને ખાતરી થઈ ગઈ કે આ
રેવતીરાણીની પ્રશંસા ગુપ્તાચાર્યે કરી છે તે યોગ્ય જ છે, તે સમ્યકત્વના સર્વે અંગોથી
શોભી રહી છે.