: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૨૫ :
શું પવનથી કદી મેરૂપર્વત હલતો હશે! નહીં; તેમ સમ્યગ્દર્શનમાં મેરુ જેવા અકંપ
સમ્યગ્દ્રષ્ટિ જીવો કુધર્મરૂપી પવન વડે જરાપણ ડગતા નથી; દેવ – ગુરુ – ધર્મ સંબંધી
મૂઢતા તેમને હોતી નથી; તેઓ બરાબર ઓળખાણ કરીને સાચા વીતરાગી દેવ–ગુરુ–
ધર્મને જ નમે છે.
રેવતીરાણીની આવી દ્રઢ ધર્મશ્રદ્ધા દેખીને વિદ્યાધરને ઘણી પ્રસન્નતા થઈ,
અને પોતાના અસલી સ્વરૂપે પ્રગટ થઈને તેણે કહ્યું – હે માતા! મને ક્ષમા કરો. ચાર
દિવસ સુધી આ બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ વગેરેની ઈન્દ્રજાળ મેં જ ઊભી કરી હતી; ગુપ્તા
ચાર્યદેવે તારા સમ્યક્ત્વની પ્રશંસા કરી તેથી તમારી પરીક્ષા કરવા માટે જ મેં આ બધું
કર્યું હતું. અહા! ધન્ય છે આપની શ્રદ્ધાને! ધન્ય છે આપની અમૂઢદ્રષ્ટિને! હે માતા!
આપના સમ્યક્ત્વની પ્રશંસાપૂર્વક શ્રી ગુપ્તાચાર્યભગવાને આપને માટે ધર્મવૃદ્ધિના
‘આશીર્વાદ’ મોકલાવ્યા છે.
અહા! મુનિરાજના આશીર્વાદની વાત સાંભળતા જ રેવતી રાણીને અપાર
હર્ષ થયો.... હર્ષથી ગદગદ થઈને તેણે એ આશીર્વાદનો સ્વીકાર કર્યો; ને જે દિશામાં
મુનિરાજ બિરાજતા હતા તે તરફ સાત પગલાં જઈને પરમ ભક્તિથી મસ્તક
નમાવીને મુનિરાજને પરોક્ષ નમસ્કાર કર્યાં.
વિદ્યાધર રાજાએ રેવતીમાતાનું ઘણું સન્માન કર્યું અને તેની પ્રશંસા કરીને
આખી મથુરાનગરીમાં તેનો મહિમા ફેલાવી દીધો. રાજમાતાની આવી દ્રઢશ્રદ્ધા દેખીને
અને જિનમાર્ગનો આવો મહિમા દેખીને મથુરાનગરીના કેટલાય જીવો કુમાર્ગ છોડી
જૈનધર્મના ભક્ત થયા, અને ઘણા જીવોની શ્રદ્ધા દ્રઢ થઈ. આ રીતે જૈનધર્મની મહાન
પ્રભાવના થઈ.
[બંધુઓ, આ કથા આપણને એમ કહે છે કે
વીતરાગ પરમાત્મા અરિહંતદેવનું સાચું સ્વરૂપ ઓળખો
અને તેમના સિવાયના બીજા કોઈ પણ દેવ – ભલે સાક્ષાત્
બ્રહ્મા – વિષ્ણુ – શંકર જેવા દેખાતા હોય તોપણ તેને નમો
નહીં. જિનવચનથી વિરુદ્ધ કોઈ વાતને માનો નહીં. ભલે
આખું જગત બીજું માને ને તમે એકલા પડી જાઓ –
તોપણ જિનમાર્ગની શ્રદ્ધા છોડો નહીં.]