: ૨૮ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
કોઈ વાર ટૂંકાગાળે પણ થાય ને કોઈ વાર મહિને પણ એકાદવાર થાય. પછી પાંચમા
ગુણસ્થાને તેનાથી વિશેષ શુદ્ધોપયોગ હોય છે, ને થોડાથોડા કાળના અંતરે થાય છે.
પછી મુનિદશામાં તો વારંવાર અંતર્મુહૂર્તમાં જ શુદ્ધ નિર્વિકલ્પ ઉપયોગ થયા કરે છે.
અહા, શુદ્ધોપયોગ દશાની શી વાત! શુદ્ધોપયોગી નિર્વિકલ્પપણે સિદ્ધભગવાન જેવા
આનંદરૂપે પોતાને અનુભવે છે.
આવો શુદ્ધોપયોગ તે જ ધર્મ છે, તે જ કેવળજ્ઞાનનું સાધન છે. આવા શુદ્ધો
પયોગ સિવાય બીજા કોઈ સાધનની અપેક્ષા કેવળજ્ઞાન–પ્રાપ્તિમાં નથી. બીજા કોઈ
સાધનવડે કેવળજ્ઞાન કરવા માંગે, અરે! સમ્યગ્દર્શન કરવા માંગે, તો તેને ધર્મની કે
ધર્મના સાધનની ખબર નથી. રાગથી પાર શુદ્ધોપયોગ અપૂર્વ છે, તેનું ફળ પણ
અપૂર્વ આનંદ છે. આવો શુદ્ધોપયોગ અને તેનું ફળ બંને અત્યંત પ્રશંસનીય છે....
તેમાં ઉત્સાહ કરવા જેવો છે.
આવો શુદ્ધોપયોગ પોતામાં થાય ત્યારે ધર્મ થયો કહેવાય. તેણે શ્રુતજ્ઞાનને
ઓળખ્યું કહેવાય. શ્રુતજ્ઞાનરૂપ જિનવાણી તો પરથી ભિન્ન આત્મા દેખાડીને
શુદ્ધપયોગ કરાવે છે. શુદ્ધોપયોગી થઈને જેણે જ્ઞાનસ્વભાવનો અનુભવ કર્યો તેણે જ
શ્રુતજ્ઞાનને જાણ્યું છે. શ્રુતજ્ઞાનનું ફળ જ્ઞાનસ્વભાવનો અનુભવ છે. જ્ઞાનનો અનુભવ
જેણે ન કર્યો તેનું શ્રુતજ્ઞાન સાચું નથી; તે કદાચ ૧૧ અંગ ભણે તો પણ તેના જ્ઞાનને
સાચું જ્ઞાન કહેતા નથી, તે મોક્ષમાર્ગને સાધતું નથી. જ્ઞાનસ્વભાવ તરફ વળીને
રાગથી જે જુદું પડ્યું તે જ સાચું જ્ઞાન છે, તે જ મોક્ષમાર્ગને સાધે છે, અને આવા
જ્ઞાનની ઉત્પત્તિ શુદ્ધોપયોગપૂર્વક જ થાય છે. માટે આચાર્યદેવ કહે છે કે જીવો! પરમ
આનંદની પ્રાપ્તિ માટે આવા શુદ્ધોપયોગરૂપે તમે પરિણમો....... તેનો આ અવસર છે.
(ઈતિ શ્રુતપંચમી – પ્રવચન)
આ હસ્તાક્ષર ગુરુદેવે ગીરનારતીર્થ ઉપર બેઠા બેઠા લખેલા છે.