: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૨૯ :
આત્મા સમજવાની જિજ્ઞાસા વિરલાને જાગે છે
ભેદજ્ઞાનવડે જ જીવ મહાન થાય છે. હે જીવ! તું એવો દ્રઢ નિર્ણય કર કે
જરૂર નિર્વિકલ્પ અનુભવ થાય.
ગત જેઠ માસમાં ગુરુદેવ ચારદિવસ ભાવનગર પધાર્યા; ત્યારે ટાઉનહોલમાં
સ. ગા. ૭૨ ઉપરના પ્રવચનમાં કહ્યું કે જ્ઞાનસ્વભાવી આત્માનો ચેતકસ્વભાવ છે;
અને રાગાદિ ભાવોમાં ચેતકપણું નથી એટલે કે તેનામાં સ્વને કે પરને જાણવાનો
સ્વભાવ નથી, ઊલ્ટું બીજા વડે તે જણાય છે.
‘હું રાગ છું’ એવી રાગને ખબર નથી, પણ તેનાથી જુદું એવું જ્ઞાન જ તેને
જાણે છે કે ‘આ રાગ છે, ને હું જ્ઞાન છું.’
આ રીતે જ્ઞાનને અને રાગને ભિન્નસ્વભાવપણું છે. એકપણું નથી. આવું
ભિન્નપણાનું જ્ઞાન કરે તે જીવ જ્ઞાનમાં રાગનો અંશ પણ ભેળવે નહિ, એટલે તેનું
જ્ઞાન રાગાદિ આસ્ત્રોવોથી નિવૃત્ત થયું, છૂટું પડ્યું. – આવું થાય ત્યારે આત્મા
મોક્ષમાર્ગમાં આવે.
એકલા શાસ્ત્રના જાણપણાવડે આસ્રવો અટકતા નથી. જ્ઞાન અંતર્મુખ થઈને
રાગથી ભિન્નપણે પોતાને અનુભવે ત્યારે જ આસ્રવો છૂટે છે. આત્માનું જ્ઞાન થાય
ને રાગમાં એકતાબુદ્ધિ પણ રહે એમ બનતું નથી.
જિજ્ઞાસુ જીવને એમ થાય છે કે આ રાગાદિ ભાવો મને દુઃખદાયક છે, ને
તેનાથી મારે છૂટવું છે; એટલે તેનાથી આત્મા કેમ છૂટે એવો તેને પ્રશ્ન થયો છે.
પ્રશ્નમાં તેને એટલી કબુલાત તો કરી છે કે રાગાદિભાવોમાં મને સુખ નથી, ને તે
રાગાદિભાવ મારું સ્વરૂપ નથી એટલે તેનાથી છૂટી શકાય છે. – તે છૂટવા માટેનો આ
પ્રશ્ન છે.
અંતરમાં આવો પ્રશ્ન પણ વિરલાને જ ઊઠે છે. આત્માની આવી વાત પ્રેમથી
સાંભળનારા પણ થોડા જ હોય છે, ને તે સમજીને અનુભવ કરનારા તો બહુ જ
વિરલા