: ૩૬ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
હું અપ્રગટ નથી, પણ તમે તમારી જ્ઞાનઆંખોને ખોલીને મારી તરફ
દેખો. બહારની આંખો (ઈન્દ્રિયચક્ષુ) બંધ કરો.
સંસારની અરુચિ છે – એમ જો ખરેખર હોય તો પરિણતિ
એમાં જ કેમ ઊભી રહે છે? વિભાવનો ડર ખરેખર લાગતો હોય તો
સામેથી દોડીદોડીને તેમાં પરિણામે કેમ લાગ્યા કરે છે?
ચૈતન્યસ્વભાવની લગની ખરેખરી હોય તો કોની તાકાત છે કે
પરિણતિને તેમાં તન્મય થતાં રોકી શકે? ‘ચૈતન્યસ્વભાવ – જ્ઞાયકદેવ’
હું પોતે છું – એમ જો લક્ષગત થાય તો જ સંસારની અરુચિ અને
આત્માની લગની ખરી થાય. ચૈતન્યની લગની તો એવી તીખી હોય છે
કે પરભાવની સામે જોતી નથી, પરભાવો તેની પાસે એવા બળવાન
નથી થઈ શકતા કે આત્માને બીવડાવે; ઊલ્ટું આત્માથી ડરીને
પરભાવો દૂર ભાગે છે. – આ પરિસ્થિતિ લક્ષમાં લઈને પોતાની
દશાનો ફરીફરી વિચાર કરવાથી, આત્મામાં ઊંડે ઊતરવાનું થશે અને
જ્ઞાયકદેવને કેમ દેખવા તેની સૂઝ પડશે..... જ્ઞાયકદેવ જરૂર પ્રગટ થશે.
(૭૯) પ્રશ્ન:– ભગવાન હોય તે તીર્થંકર હોય? (વિમલાબેન, હિંમતનગર)
ઉત્તર:– કેવળજ્ઞાન જેમને પ્રગટ્યું છે એવા અરિહંતો ને સિદ્ધો તે ભગવાન છે;
તે બધા ભગવંતોને તીર્થંકરપણુંનથી હોતું, તીર્થંકર–નામકર્મનો ઉદય
જેમને હોય એવા અમુક અરિહંત ભગવંતોને જ તીર્થંકરણપણુંહોય છે.
તે તીર્થંકરોને પંચકલ્યાણક, સમવસરણરચના, દિવ્યધ્વનિ વગેરે હોય
છે, ને તેમના નિમિત્તે ધર્મતીર્થ પ્રવર્તે છે. (પણ સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપ ધર્મતીર્થ પોતામાં પ્રગટ કરીને તે ભગવંતો ભવથી તર્યા–
તે અપેક્ષાએ બધાય ભગવંતોને તીર્થંકર કહી શકાય છે. અને
સમ્યગ્દ્રષ્ટિ પણ પોતાના સમ્યક્ત્વરૂપ તીર્થના કર્તા છે.)
(૮૦) પ્રશ્ન:– શ્રેણીકરાજા ક્ષાયિક સમકિતી હતા, તો તેઓ હાલ ક્્યાં છે? ને
ક્ષાયિક સમકિત એટલે શું ? (પ્રવીણ એમ. જૈન ભાવનગર)
ઉત્તર:– ક્ષાયિક સમકિત એટલે આત્માના સ્વભાવની એવી જોરદાર શ્રદ્ધા કે
જ્યાં મિથ્યાત્વાદિ કર્મનો ક્ષય થઈ જાય. ક્ષાયિક સમ્યગ્દર્શન કેવળી કે
શ્રુતકેવળી પ્રભુની હાજરીમાં જ થાય છે; ક્ષાયિક સમ્યગ્દર્શન થયા
પછી વધુમાં વધુ ત્રીજા ભવે જીવ મોક્ષ પામે જ. શ્રેણીક રાજાને
ક્ષાયિકસમ્યગ્દર્શન થયું છે.