: ૪૦ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
અશોકનગરમાં તા. ૨૬–૬–૭૧ થી ૧૦–૭–૭૧ સુધી જૈન શિક્ષણશિબિર–
સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મધ્યપ્રદેશમાં ભોપાલ વિદિશા અશોકનગર વગેરેમાં પં. જ્ઞાનચંદજી જૈન વગેરે
વિદ્વાનો દ્વારા સારો તત્ત્વપ્રચાર ચાલી રહ્યો છે. તત્ત્વજિજ્ઞાસુઓ જાગૃત થયા છે;
તેમજ તત્ત્વપ્રચાર માટે પોતાનો અધિક સમય આપી રહ્યા છે.
સોનગઢમાં શ્રી પરમાગમમંદિરની છત ભરવાનું કામ અષાઢ સુદછઠ્ઠના રોજ શરૂ
થયું છે. અને અષાઢ માસની ચાલુ અષ્ટાહ્નિકા દરમિયાન શ્રી જિનેન્દ્ર–
સહસ્ત્રનામ મંડલવિધાન પૂજન આનંદપૂર્વક ચાલી રહ્યું છે. આ પૂજનવિધાન
ભાઈશ્રી વૃજલાલભાઈ તથા હિંમતલાલભાઈ જે. શાહ તરફથી કરાવવામાં આવે
છે. આ અગાઉ દશ વર્ષ પહેલાંં વીર સં. ૨૪૮૭ માં પૂ. બેનશ્રી – બેન તરફથી
પણ જિનેન્દ્ર સહસ્ત્રનામ મંડલવિધાન પૂજન થયું હતું, જે પહેલી જ વાર થતું
હોવાથી ઘણો ઉલ્લાસ હતો; તેનો આનંદકારી અહેવાલ આપ ‘સુવર્ણસન્દેશ’ ના
અંક ૨ અને ૩ માં વાંચી શકશો.
બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા
ભોપાલના વિદ્વાન ભાઈશ્રી હેમચંદજી જૈન (ઈજનેર) – તેમણે જયપુરમુકામે
જેઠ સુદ ત્રીજના રોજ પૂ. ગુરુદેવ સમક્ષ આજીવન બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા અંગીકાર
કરી છે. તેઓ પચીસ વર્ષના સુશિક્ષિત યુવાન છે, બાલબ્રહ્મચારી છે ને શાસ્ત્રના
અભ્યાસી છે; જ્ઞાનપ્રચારનો તેમને ઘણો પ્રેમ છે. અવારનવાર સોનગઢ આવીને
લાભ લ્યે છે. આ શુભકાર્ય બદલ તેમને ધન્યવાદ!
ધાર્મિક શિક્ષણવર્ગ તથા પર્યુષણ પર્વ
સોનગઢમાં દરવર્ષની માફક જૈનભાઈઓ માટેનો શ્રાવણમાસનો ધાર્મિક શિક્ષણ
વર્ગ શ્રાવણ સુંદ પાંચમને મંગળવારથી શરૂ કરીને વીસ દિવસ સુધી ચાલશે.
ત્યારબાદ શ્રાવણ વદ ૧૩ ને બુધવારથી શરૂ કરીને આઠ દિવસો ખાસ
પ્રવચનના દિવસો તરીકે ગણાશે, અને ભાદરવા સુદ પાંચમ ને ગુરુવારથી
ભાદરવા સુદ ચૌદશ સુધીના દશ દિવસો દસલક્ષણી પર્વ તરીકે ઉજવાશે.