Atmadharma magazine - Ank 333
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 44

background image
: ૪ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
પ્રતાપે અનેક યુવાનો પોતાના જીવનને આત્મસાધનામાં જોડી રહ્યા છે.
જેઠ સુદ પાંચમે શ્રુતપંચમીનો દિવસ પણ આનંદથી ઉજવાયો હતો. વહેલી
સવારમાં જિનવાણી – શ્રુતદેવતાની ભાવભીની રથયાત્રા નીકળી હતી. જ્ઞાનનો
દિવસ અને જ્ઞાનપ્રભાવનો ઉત્સવ એ બંનેનો મેળ થઈ ગયો હતો. પ્રવચનમાં ગુરુદેવે
શ્રુતપંચમીનો ઈતિહાસ કહીને, ધરસેનસ્વામી વગેરે દિગંબર જૈન મુનિવરોનો તથા
વીતરાગી શ્રુતજ્ઞાનનો ઘણો મહિમા કર્યો હતો, અને કહ્યું હતું કે જિનવાણી મહાપૂજ્ય
છે. એક તરફ સમયસારાદિ અધ્યાત્મ–શ્રુતજ્ઞાન અખંડ રહ્યા છે. –જે આત્માનું
શુદ્ધસ્વરૂપ દેખાડે છે; બીજી તરફ ષટ્ખંડાગમ જેવા સિદ્ધાંત –શ્રુતજ્ઞાન પણ અખંડ
રહી ગયા. આત્મ નિશ્ચય ને વ્યવહાર બંને પ્રકારનાં પરમાગમદ્વારા વીતરાગીશ્રુતની
અખંડ ધારા ચાલી રહી છે. તેના બહુમાનપૂર્વક અભ્યાસ કરવા જેવો છે. તથા આવા
જ્ઞાનનો પ્રચાર કરવા જેવો છે. અહા, મુનિઓ તો સર્વજ્ઞ જેવા છે. –એમ કહીને
તેમનો ઘણો જ મહિમા કર્યો હતો.
પ્રવચન બાદ શ્રુતજ્ઞાન–જિનવાણીના પૂજા થઈ હતી, હજારો ભક્તોએ ભેટ
ધરીને જિનવાણીમાતાનું બહુમાન કર્યું હતું. જયપુરમાં વીતરાગશ્રુતનો મહાન પ્રભાવ
દેખીને હૃદય ઠરતું હતું કે વાહ! જિનવાણીમાતા! તારા જયજયકાર વર્તી રહ્યા છે......
હજાર બાળકો તારા શરણે નિજહિતને સાધી રહ્યા છે... ગુરુકહાન દ્વારા તારો પ્રભાવ
ભારતભરમાં ફેલાઈ રહ્યો છે.
જયપુરમાં અધ્યાત્મરસિક સાધર્મીઓના મેળાનું એ વાતાવરણ જેમણે માણ્યું
છે. તેઓ વારંવાર તેને યાદ કરીને મુમુક્ષુતાને પુષ્ટ કરે છે. ધાર્મિકમેળા કે ધાર્મિક
સંમેલન કેવા હોય તેનો આ એક આદર્શ હતો. જ્યાં રોજ સ્વાધ્યાય માટે હજારો
શાસ્ત્રો ઉઘડતા હતા ને અધ્યાત્મચર્ચાનો ધોધ વહેતો હતો.
આખાય સંમેલનમાં આયોજક એકલા શેઠશ્રી પૂરનચંદજી ગોદિકા હતા; વીસે
– વીસ દિવસો મોટા–નાના દરેક કાર્યક્રમોમાં સતત હાજરી પૂર્વક તન–મન–ધનથી
તેમણે ઉત્સવને સફળ બનાવ્યો. અને શિક્ષણવર્ગોના આયોજનમાં પહેલેથી છેલ્લે
સુધી પંડિત શ્રી હુકમીચંદજીએ પરિશ્રમ લઈને આખા કાર્યક્રમને સફળ બનાવ્યો.
જયપુર નગરીના નગરજનોએ જે ઉમદા સાથ આપ્યો તે પણ પ્રશંસાપાત્ર હતો, અને
ઉત્સવની સફળતામાં સૌથી મુખ્ય કારણ હજારો મુમુક્ષુઓનો ધાર્મિક ઉત્સાહ હતો.
એક સાથે હજારો