Atmadharma magazine - Ank 333
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 44

background image
: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૫ :
ભાઈ – બહેનો, બીજું બધું ભૂલીને સવારથી રાત સુધી અધ્યાત્મજ્ઞાનના અભ્યાસમાં
લાગી ગયા હતા. તે દેખીને હૃદયમાંથી એવા ઉદ્ગાર નીકળતા કે વાહ! ધન્ય છે મારા
આ બધા સાધર્મીઓને! –
‘સંગ સાધર્મીનકો નિત દીજે.... ’
શ્રુતપંચમીની રાત્રે પૂ. બેનશ્રીબેને શ્રુતભક્તિ કરાવી હતી.
જેઠ સુદ છઠ્ઠે જયપુરના એક ભાવ ‘આદર્શનગર’ માં (જ્યાં મુખ્યપણે
મુલતાનથી આવેલા સાધર્મીઓ રહે છે અને અત્યંત મનોહર જિનમંદિર તૈયાર થઈ
રહ્યું છે – ત્યાં) બપોરે ભક્તિ–પૂજન તથા પ્રવચન થયા હતા. અહીંના જિનમંદિરમાં
મૂલતાન (પાકિસ્તાન) થી સાથે લાવેલા ૧૦૦ જેટલા જિનભગવંતો બિરાજમાન છે.
ગુરુદેવ બપોરે દોઢ વાગે ત્યાં પધાર્યા, અને ઉમંગભર્યું વાતાવરણ જોયું. અહા, ખરે
બપોરે સામુહિક જિનેન્દ્રપૂજનનું હર્ષમય વાતાવરણ અદ્ભુત હતું; ત્યાં નહોતું માઈક
કે ન હતી ચોપડીઓ, છતાં હજાર – હજાર ગળાં એકસાથે એકતાને ગાજતા હતા, ને
આનંદોલ્લાસકારી પૂજન ચાલતું હતું. પચીસ વર્ષ પહેલાંં પાકિસ્તાન ના અતિ
ત્રાસથી ત્રાસીને ભારત આવેલા એ ભક્તો, ભગવંતોને પણ સાથે જ લાવ્યા હતા.
કહે છે કે કાંઈ પણ સામાન સાથે લાવવાનું જ્યારે મુશ્કેલ હતું ત્યારે પણ સેંકડો
જિનપ્રતિમાઓ ચમત્કારિક રીતે વિમાનમાં સાથે આવી ગયા. તે પ્રસંગના સ્મરણથી
જાણે ભક્તોનાં હૃદયો ભક્તિથી ઉછળતા હતા. અદ્ભુત હતું એ પૂજન– ભક્તિનું
દ્રશ્ય! નાના ને મોટા, ભાઈઓ ને બહેનો – એમ હજાર જેટલા જિનભક્તો અત્યંત
ભાવથી એ પૂજનમહોત્સવમાં ભાગ લેતા હતા. કહાનગુરુ પણ પૂજનમાં બેઠા હતા.
પૂજન બાદ ત્યાં જ ગુરુદેવનું પ્રવચન થયું હતું. નગરના હજારો શ્રોતાઓએ
ઉત્સાહપૂર્વક પ્રવચનમાં ભાગ લીધો હતો; પ્રવચનમાં સમયસારની ૧૧મી ગાથા દ્વારા
સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજાવ્યું હતું. જયપુરમાં રાત્રે તત્ત્વચર્ચા પણ સુંદર ચાલતી
હતી.... વિદ્વાનોની અધ્યાત્મગોષ્ઠીનો મધુર ગૂંજારવ મુમુક્ષુઓને બહુ પ્રિય લાગતો હતો.
જેઠ સુદ સાતમની સાંજે ગુરુદેવ સાથે સો જેટલા યાત્રિકો (જયપુરથી વીસેક
માઈલ દૂર) પદ્મપુરી પદ્મપ્રભુના દર્શને ગયા હતા. સં. ૨૦૦૧ માં એક ખેતરમાંથી
પદ્મપ્રભુની પ્રતિમા પ્રગટ થઈ અને ત્યારથી આ ભૂમિમાં પુણ્યભાવ શરૂ થયો; એક
વિશાળ ઉન્નત જિનમંદિર તૈયાર થયું–જેનું કામ હજી ચાલી રહ્યું છે. મંદિરનું વાતા