: ૧૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
હેતુથી કહ્યું કે–આપણે નાના હતા ત્યારે આ તળાવે આવતા અને કેરીના ઝાડ નીચે સાથે
રમતા હતા, આ ઝાડ ગામથી બેત્રણ માઈલ દૂર છે......આપણે ગામથી દૂર આવી ગયા
છીએ....
–તે સાંભળવા છતાં વારિષેણમુનિએ તેને રોઈ જવાનું ન કહ્યું. અહા, પરમ
હિતસ્વી મુનિરાજ એને મોક્ષનો માર્ગ છોડીને સંસારમાં જવાનું કેમ કહે? તેમને તો એમ
હતું કે મારો મિત્ર પણ મોક્ષના મારગમાં મારી સાથે જ આવે.–
હે સખા! ચાલને...મારી સાથ મોક્ષમાં,
છોડ પર ભાવને...ઝૂલ આનંદમાં.
અમે જશું મોક્ષમાં...કેમ તને છોડશું?
ચાલને મોક્ષમાં...તુંય અમ સાથમાં.
અહા, જાણે કે પોતાની પાછળ પાછળ ચાલનારાને મોક્ષમાં જ લઈ જતા હોય–
એમ પરમનિસ્પૃહતાથી મુનિ તો આગળ ને આગળ ચાલ્યા જાય છે. પુષ્પડાલ પણ
લાજેશરમે તેમની પાછળ જઈ રહ્યો છે.
અંતે તેઓ આચાર્યમહારાજ પાસે આવી પહોચ્યા ને વારિષેણમુનિએ કહ્યું–
પ્રભો! આ મારો પૂર્વનો મિત્ર છે, ને સંસારથી વિરક્ત થઈને આપની પાસે દીક્ષા લેવા
આવ્યો છે. આચાર્યમહારાજે તેને નિકટભવ્ય જાણીને દીક્ષા આપી દીધી. અહા, સાચા
મિત્ર તો એ છે કે જીવને ભવસમુદ્રથી જે ઉગારે.
હવે, મિત્રના અનુગ્રહવશ પુષ્પડાલ જો કે મુનિ થઈ ગયો, અને બહારમાં મુનિને
યોગ્ય ક્રિયાઓ કરવા લાગ્યો; પણ એનું ચિત્ત હજી સંસારથી છૂટયું ન હતું. ભાવ–
મુનિપણું હજી તેને થયું ન હતું; દરેક ક્રિયાઓ કરતાં તેને પોતાનું ઘર યાદ આવતું હતું;
સામયિક વખતેય તેને વારંવાર પોતાની સ્ત્રીનું સ્મરણ થયા કરતું હતું. વારિષેણમુનિ
તેમના મનને સ્થિર કરવા માટે તેની સાથે જ રહીને તેને વારંવાર ઉત્તમ જ્ઞાન–વૈરાગ્યનો
ઉપદેશ દેતા હતા. પણ હજી તેનું મન ધર્મમાં સ્થિર થયું ન હતું.
એમ કરતાં કરતાં ૧૨ વર્ષ વીતી ગયા. એક વાર તે બંને મુનિઓ મહાવીર
ભગવાનના સમવસરણમાં બેઠા હતા, ત્યારે ઈંદ્રે પ્રભુની સ્તુતિ કરતાં કહ્યું કે હે નાથ!
આ રાજપૃથ્વી છોડીને આપ મુનિ થયા તેથી પૃથ્વી અનાથ થઈને આપના વિરહમાં ઝૂરે
છે, અને તેના આંસુઓ આ નદીરૂપે વહી રહ્યા છે.