: શ્રાવણ : ૨૪૯૭ : આત્મધર્મ : ૧૩ :
(૬) સ્થિતિકરણ––અંગમાં પ્રસિદ્ધ વારિષેણમુનિની કથા
મહાવીર ભગવાનના વખતમાં રાજગૃહીનગરીમાં શ્રેણીકરાજાનું રાજ્ય હતું.
તેમની મહારાણી ચેલણાદેવી, તેનો પુત્ર વારિષેણ, તેને ઘણી સુંદર ૩૨ રાણીઓ હતી;
છતાં તે ઘણો વૈરાગી હતો અને તેને આત્માનું જ્ઞાન હતું.
રાજકુમાર વારિષેણ એક વખત ઉદ્યાનમાં ધ્યાન કરતા હતા, એવામાં વિદ્યુત
નામનો ચોર એક કિંમતી હાર ચોરીને ભાગતો હતો, તે ત્યાં આવ્યો, તેની પાછળ
સિપાઈઓ હતા; પકડાઈ જવાની બીકે તે હાર વારિષેણના પગ પાસે ફેંકીને તે ચોર
સંતાઈ ગયો. આથી રાજકુમારને જ ચોર સમજીને રાજાએ તેને ફાંસીની સજા કરી. પણ
જ્યારે જલ્લાદે તેના પર તલવાર મારી ત્યારે વારિષેણની ડોકમાં તલવારને બદલે ફૂલની
માળા થઈ ગઈ. છતાં રાજકુમાર તો મૌનપણે ધ્યાનમાં જ હતા.
આવો ચમત્કાર દેખીને ચોરને પસ્તાવો થયો. તેણે રાજાને કહ્યું કે ખરો ચોર હું છું,
હારની ચોરી મેં કરી છે, આ રાજકુમાર તો નિર્દોષ છે. એ વાત સાંભળી રાજાએ કુંવરની
ક્ષમા માંગી અને તેને રાજમહેલમાં આવવા કહ્યું–કેમકે એની માતા એની રાહ જોતી હતી.
પણ વૈરાગી વારિષેણકુમારે કહ્યું–પિતાજી! આ અસાર સંસારથી હવે બસ થાઓ.
આ રાજપાટમાં ક્્યાંય મારું ચિત્ત લાગતું નથી; મારું ચિત્ત તો એક ચૈતન્યસ્વરૂપ
આત્માને સાધવામાં જ લાગ્યું છે. તેથી હવે તો હું દિક્ષા લઈને મુનિ થઈશ. આમ કહીને
એક મુનિરાજ પાસે જઈને તેણે દીક્ષા લીધી.....અને આત્માને સાધવા લાગ્યા.
હવે રાજમંત્રીનો પુત્ર પુષ્પડાલ હતો, તે બાલપણથી જ વારિષેણનો મિત્ર હતો,
અને તેના લગ્ન હમણાં જ થયા હતા; તેની સ્ત્રી બહુ સુંદર ન હતી. એકવાર વારિષેણ
મુનિ ફરતાં ફરતાં પુષ્પડાલ ત્યાં આવી પહોંચ્યા ને પુષ્પડાલે તેમને વિધિપૂર્વક
આહારદાન કર્યું...આ પ્રસંગે, પોતાના પૂર્વના મિત્રને ધર્મ પમાડવાની ભાવના તે
મુનિરાજને જાગી. આહાર કરીને તેઓ તો જંગલ તરફ જવા લાગ્યા; વિનય ખાતર
પુષ્પડાલ પણ તેમની પાછળ પાછળ ગયો. થોડે દૂર ગયા પછી તેને એમ થયું કે હવે
મુનિરાજ રોકાઈ જવાનું કહે તો હું પાછો વળું. પણ મુનિ તો દૂર ને દૂર ચાલ્યા જ જાય
છે.....મિત્રને કહેતા નથી કે હવે તમે રોકાઈ જાવ!
પુષ્પડાલને ઘરે જવાની આકુળતા થવા લાગી. તેણે મુનિરાજને યાદ
દેવરાવવાના