: ૩૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
જેમ એક પેન્સીલના જુદા જુદા બે ભાગ થઈ શકે છે તેમ એક
આત્માના જુદા જુદા બે ભાગ થઈ શક્તા નથી.
(૮૬) પ્રશ્ન:–કોઈને જ્ઞાન છે–જાણપણું છે પણ અનુભવ નથી, તો તે જ્ઞાન કેવું? અને
તેનું ગુણસ્થાન કર્યુ? તે જ્ઞાન મોક્ષને માટે ઉપયોગમાં આવે ખરૂં?
(રજની એમ. જૈન. મુંબઈ)
ઉત્તર:–સ્વવસ્તુનું જ્ઞાન હોય તો અનુભવ પણ હોય જ સ્વવસ્તુનું સાચું જ્ઞાન
થાય ને અનુભવ ન થાય–એમ બને નહિ. જો અનુભવ નથી તો સાચું
જ્ઞાન જ નથી; તે તો એકલું પરલક્ષી જાણપણું છે. જે જ્ઞાન સ્વલક્ષી છે
તે તો ઉપયોગને અંતરમાં વાળીને આત્માનો અનુભવ કરે જ છે. જે
જ્ઞાને શાસ્ત્ર વાંચીને કે સાંભળીને ધારણા તો કરી, પણ આત્મા તરફ
ન વળ્યું–તો તે જ્ઞાન ને કોણ કહે? એ તો અજ્ઞાન છે; એનું ગુણસ્થાન
પહેલું છે. તે એકલું પરલક્ષી જ્ઞાન મોક્ષને સાધી શક્તું નથી.
આત્મા તો સ્વાનુભૂતિથી પ્રકાશે છે–એટલે કે સ્વાનુભૂતિરૂપ જ્ઞાન
વડે જ આત્માની ઓળખાણ થાય છે, ને તે જ સાચું જ્ઞાન છે. તે જ્ઞાનવડે
ગુણસ્થાન ચડતાં ચડતાં આત્મા કેવળજ્ઞાન પામે છે. તેથી કહ્યું છે કે–
‘ભેદજ્ઞાન તે જ્ઞાન છે; બાકી બૂરું અજ્ઞાન. ’
નીચેના ૧૦ પ્રશ્ન અને ઉત્તર ઘાટકોપર–પાઠશાળાની પરીક્ષામાંથી રજુ થાય છે–
(૮૭) પ્રશ્ન:–તમે કોણ છો? (ઉત્તર) અમે જિનવરનાં સંતાન છીએ.
(૮૮) પ્રશ્ન:–તમને ભગવાન થવું ગમે કે રાજા? (ભગવાન)
(૮૯) પ્રશ્ન:–એક ધર્મમાતાનાં ત્રણ પુત્રોનાં નામ શું?
ઉત્તર:–મંગલકુમાર, ઉત્તમકુમાર, શરણકુમાર.
(૯૦) પ્રશ્ન:–ભરતચક્રવર્તી કોના પુત્ર? (ઋષભદેવના)
(૯૧) પ્રશ્ન:–રાગને જૈનધર્મ કહેવાય કે વીતરાગતાને? (વીતરાગતાને)
(૯૨) પ્રશ્ન:–ઋષભદેવના જીવે પૂર્વે આઠમા ભવે મુનિઓને આહારદાન દીધું, તે દેખીને
જે ચારતિર્યંચો (સિંહ, વાંદરો, ભૂંડ અને નોળિયું) ખુશી થયા, તેમનું પછી
શું થયું?