: શ્રાવણ : ૨૪૯૭ : આત્મધર્મ : ૩૧ :
પણ દુર્ગતિમાં જતા હોય છે. માટે દિવસનું ખરૂં મહત્ત્વ નથી પણ
આત્માના વીતરાગધર્મની ઉપાસનાનું ખરૂં જ મહત્ત્વ છે.
(૮૨) પ્રશ્ન:– સમ્યગ્દર્શનમાં એવું શું છે કે સૌથી પહેલાં તેની જ વાત કરવામાં આવે છે?
ઉત્તર:–સમ્યગ્દર્શનમાં પોતાના આખા આત્માનો સ્વીકાર છે. સમ્યગ્દર્શન વગર
પોતાના આત્માનું સાચું અસ્તિત્વ દેખાતું નથી. પહેલાં સિદ્ધ ભગવાન
જેવડા મહાન પોતાના આત્માનો સાચો સ્વીકાર થાય તો જ જીવ ધર્મમાં
આગળ વધી શકે. અને એવો સ્વીકાર સમ્યગ્દર્શનમાં જ થાય છે. માટે
ધર્મમાં સૌથી પહેલાં જ સમ્યગ્દર્શનની વાત છે. જ્યાં સમ્યગ્દર્શન નથી
ત્યાં ધર્મ નથી. જ્યાં સમ્યગ્દર્શન છે ત્યાં આખો આત્મા છે.
(૮૩) પ્રશ્ન:–અરિહંતભગવાનની ભક્તિ કરવાથી શું થાય?
ઉત્તર:–અરિહંતભગવાનની ભક્તિ–પૂજા વગેરેમાં શુભભાવ છે તે પુણ્યનું
કારણ છે. પણ અરિહંતદેવ એટલે જેને પૂરું જ્ઞાન છે ને જેને રાગ
જરાય નથી–એવા આત્માનું સ્વરૂપ ઓળખતાં પોતામાં પણ જ્ઞાન અને
રાગનું ભેદજ્ઞાન થઈને સમ્યગ્દર્શન થાય છે.
(૮૪) પ્રશ્ન:–એક માણસ અનેક ચીજ ખાય છે, ત્યાં દરેક ચીજનો અલગ અલગ
સ્વાદ છે–તે કોણે બતાવ્યું? જીવે કે શરીરે? જીવમાં તો તે સ્વાદ
આવતો નથી તો તેણે કઈ રીતે બતાવ્યું? ને શરીર તો કાંઈ જાણતું
નથી તો તેણે કઈ રીતે બતાવ્યુ? (રાજુ એમ. જૈન કલકત્તા)
ઉત્તર:–જીવે જાણ્યું, ને શરીરની ભાષાએ બતાવ્યું; જીવમાં એવી તાકાત છે કે
પોતાથી જુદી વસ્તુને પણ તે જાણી લ્યે છે. જડ વસ્તુ આત્મામાં પ્રવેશે તો
જ તેનું જ્ઞાન થઈ શકે–એમ નથી. તે ભિન્ન રહીને જ્ઞાનનું જ્ઞેય થાય છે.
અને લગભગ એવો નિમિત્તનૈમિત્તિક સંબંધ છે કે જેવું જ્ઞાનમાં આવ્યું
હોય તેવું વાણીમાં આવે, વિરુદ્ધ ન આવે. આમ છતાં જ્ઞાન ચેતન છે, ને
વાણી જડ છે. (બીજા પ્રશ્નનો ઉત્તર પણ આ જ શૈલિથી સમજી લેવો.)
(૮૫) પ્રશ્ન:–આત્મા ક્ષેત્રથી અખંડિત હોવાના કારણે તેના ખંડ થઈ શકે નહિ –એટલે શું?
(રસિકલાલ એચ. જૈન. મુંબઈ)
ઉત્તર:–આત્મા અસંખ્યપ્રદેશી હોવા છતાં તેનામાં એવું અખંડિતપણું છે કે,–