: ૩૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૭ :
* આપના પ્રશ્નોના જવાબ *
બાળકો તથા જિજ્ઞાસુઓ તરફથી આવેલા પ્રશ્નોમાંથી ૮૦
પ્રશ્નો તથા તેના જવાબ ગતાંકમાં આપેલ છે; વિશેષ પ્રશ્નો તથા તેના
જવાબો અહીં આપીએ છીએ. જિજ્ઞાસુઓ આ વિભાગમાં સારો રસ
લઈ રહ્યા છે. (આપ પણ આપના પ્રશ્નો મોકલી શકો છો.) –સ.
(૮૧) પ્રશ્ન:–પર્યુષણ એટલે શું? તે શા માટે અને ક્યારથી ઉજવાય છે?
(શારદાબેન જૈન–જામનગર)
ઉત્તર:–આત્માના ક્ષમા વગેરે વીતરાગી ધર્મોની સર્વ પ્રકારે ઉપાસના કરવી
તેનું નામ પર્યુંષણ છે; એટલે આત્માને ઓળખીને સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપ જેટલો વીતરાગભાવ કરીએ તેટલા પર્યુષણ તો આત્મામાં
સદાય છે. –આ ‘ભાવ–પર્યુષણ’ છે. આવા ભાવપર્યુષણ કરી–કરીને
જીવો અનાદિકાળથી મોક્ષમાં જાય છે.
કાળઅપેક્ષાએ વર્ષમાં ત્રણ વખત પર્યુષણ આવે છે. માહ ચૈત્ર
અને ભાદરવો એ ત્રણે માસમાં સુદ પાંચમથી ચૌદશ સુધીના દશ
દિવસોને પર્યુષણના દિવસો (અર્થાત્ ઉત્તમક્ષમાદિ દશ ધર્મના દિવસો)
ગણાય છે. અનાદિથી આ પર્વ ચાલે છે.
પર્યુષણ વગેરેના ઉત્તમ દિવસો તો અનાદિકાળથી આવે છે ને
જાય છે, તેમાં જ્યારે જીવ પોતામાં સમ્યગ્દર્શનાદિ વીતરાગી ધર્મની
ઉપાસના કરે ત્યારે જ તેને ધર્મનો લાભ થાય છે. ધર્મવડે
કાળીચૌદશની રાતે પણ જીવ મોક્ષ પામી શકે છે. (મહાવીર ભગવાન
પણ કાળીચૌદશની રાતે જ મોક્ષ પધાર્યા હતા, તેથી તે મહાન કલ્યાણક
દિવસ ગણાય છે.) અને ધર્મ ન કરનારા ને તીવ્ર પાપો કરનારા જીવો
પર્યુષણના દિવસોમાં